Banaskantha News/ અંબાજી ખાતે ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત

ડોકટોરની બેદરકારી સાથે દાદાગીરી સામે આવતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો

Gujarat

Banaskantha News : અંબાજીમાં ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનું મોત નીપજતા હોબાળો મચ્યો છે. આ મહિલાને સાપ કરડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે મહિલાને 2 કલાક સુધી દાખલ કરવામાં ન આવતા અંતે તેનું મોત નીપજ્યુ હતું.જેને પગલે મહિલાના પરિવારજનો ઉશ્કેરાયા હતા. બાદમાં તેમણે અંબાજી સિવિલનો ઘેરાવો કરતા પરિસ્થિતી વણસી હતી.

જો મહિલાને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી જાત. બીજીતરફ સાંપ કરડ્યો હોવા છતાં મશીનના રિપોર્ટ નોર્મલ છે તેવું ડૉક્ટર એમ ડોક્ટરે જણાવ્યું હતું. મહિલાના મોત બાદ મશીન ખરાબ છે એટલે ખોટો રિપોર્ટ આવ્યો હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. .આમ ખરાબ મશીન અને ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાને જીવ ગુમાવવો પડ્યો હતો..

બીજીતરફ ડોક્ટરને આ બાબતે પૂછતાં ડોક્ટરે ઉડાઉ જવાબ આપ્યો હતો. અમે મીડિયાને નહિ કોર્ટને જવાબ આપીશુ તમે અહીંયાથી જાવ, એમ ડોક્ટરે સંભળાવી દીધું હતું.આમ ડોકટોરની બેદરકારી સાથે દાદાગીરી સામે આવતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.આમ ક્યાં સુધી ગુજરાતમાં ડોકટરોની બેદરકારીથી લોકોના જીવ જશે, એવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું

આ પણ વાંચો:  સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર

આ પણ વાંચો: લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, છુટ્ટા હાથે બુલેટ ચલાવતા પોલીસકર્મીનો વિડીયો વાયરલ, વિડીયો સુરતના અઠવા વિસ્તારનો હોવાની ચર્ચા,