ગુજરાત/ GPSC પાસ 169 ઉમેદવારોની નિયુક્તિની રાહમાં, નિષ્ફળ વિદ્યાર્થીઓએ મામલો કોર્ટમાં પડકાર્યો

GPSC આયોજીત પરીક્ષામાં 543 ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા. પરિણામ વર્ષ-2016માં જાહેર થયા બાદ પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓને સંતોષ નહીં…

Gujarat Others
GPSC

ગુજરાતમાં ભાજપ સરકાર રોજગારીને અગ્રતા આપે છે. બીજીબાજુ વર્ષો અગાઉ લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલાં અનેક ઉમેદવારો આજે પણ સત્તાવાર નિયુક્તિથી વંચિત રહ્યાં છે. વર્ષ-2014માં આયોજીત GPSC સરકારી વકીલ માટેની પરીક્ષામાં આ પ્રકારે 169 ઉમેદવારો સરકારી વકીલ તરીકે નિયુક્તિથી વંચિત રહ્યા છે.

આ પણ વાંચો :રાજકોટ ભાજપના બોર્ડમાં વિજય રૂપાણીના નામને લઇ વકર્યો વિવાદ

ગુજરાતમાં વર્ષ-2013-14માં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર વર્ગ-2 ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી. વર્ષ-2014માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ વર્ષ-2016માં જાહેર કરવમાં આવ્યું હતું. GPSC આયોજીત પરીક્ષામાં 543 ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા. પરિણામ વર્ષ-2016માં જાહેર થયા બાદ પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓને સંતોષ નહીં થતાં તેઓએ આ અંગે હાઇકોર્ટમાં રીટ કરી હતી. હાઇકોર્ટે આ રીટ રદ કરી હતી. ત્યારબાદ ઉત્તીર્ણ ઉમેદવારોને કહેવાયું કે સરકારમાં 374 જગ્યા જ છે.

આ જગ્યા પણ ક્રમ પ્રમાણે નહીં પરંતુ કેટેગરી પ્રમાણે ભરવામાં આવશે. કેટેગરી પ્રમાણે ભરતીના નિર્ણયને વધુ એક વાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ સમયે સરકારે 374 જગ્યા જ હોવાનું રટણ યથાવત રાખ્યું હતું. આ સમયે હાઇકોર્ટે મેરિટ ક્રમ રોસ્ટર જ ગણાય અને તેથી તમામની ભરતી કરવાનો ચૂકાદો આપ્યો હતો.

આ પણ વાંચો :તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ

હાઇકોર્ટના આ ચૂકાદાને હવે સરકારે સુપ્રિમમાં પડકાર્યો હતો. અંતે વર્ષ-2019માં આ અંગે 374ની ભરતી કરવા આદેશ આપ્યો પરંતુ ભરતી કઇ રીતે કરવી એ સ્પષ્ટતા કરી નહીં.પરિણામે સરકારે કેટેગરી પ્રમાણે 374 ઉમેદવારોની સરકારી વકીલ તરીકે ભરતી કરી હતી. પરંતુ ત્યારથી આજ સુધી બાકી રહેલાં 169 ઉત્તીર્ણ ઉમેદવારોને અન્યાય થયો છે અને સરકારે ક્રમ પ્રમાણે ભરતી નહીં કરતાં આજે પણ તેઓને ન્યાય મળી  શક્યો નથી.

આ અંગે હવે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રજાપ્રિય સરકારમાં 169 ઉમેદવારોની સરકારી વકીલ તરીકે ભરતી કરવાની રાહ જોઇ રહ્યાં છે….સરકાર ન્યાય આપશે….?

આ પણ વાંચો :સુરતના અભેટા ગામ પાસે દુર્ઘટના, જાનૈયા ભરેલી બસમાંથી નીચે પટકાતા યુવાનનું મોત

આ પણ વાંચો :જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 1 સિંહણ દ્વારા 5 સિંહબાળને જન્મ અપાયો

આ પણ વાંચો :  ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડયા