બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ આજે વહેલી સવારે ખાનગી ગાડીમાં ડીસા ધાનેરા હાઇવે પર ડમ્પર ચેકિંગ કરી રહ્યા હતા જે દરમિયાન કંસારી પાસે થી પસાર થતા રેતી ભરેલા ચાર ડમ્પર રોકાવી રોયલ્ટી બાબતે તપાસ કરતાં ડમ્પર ચાલકો પાસે કોઈ જ પ્રકારની રોયલ્ટી મળી આવેલ નહીં જેથી ભૂસ્તર વિભાગની ટીમે ચાર ડમ્પર કબજે કરી ડીસા તાલુકા પોલીસ મથકે આવેલ અને રૂપિયા એક કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂપિયા 10 લાખ નો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો ;સુપ્રીમ કોર્ટ / લખીમપુર હિંસા મામલે પૂર્વ હાઇકોર્ટના આ જજ તપાસ કરશે,SITમાં ત્રણ IPS અધિકારીઓનો પણ સમાવેશ
આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સરકારી ગાડી ની ભુ માફિયાઓ અવરનવર ચેકિંગ રાખતા હોઇ અમોએ ખાનગી ગાડીમાં અમારી ટીમને વહેલી સવારે ચેકીંગ અર્થે મોકલી હતી અને જે દરમિયાન કંસારી પાસેથી રોયલ્ટી વગર પસાર થતા ચાર ડમ્પર ઝડપી પાડયા હતા જે ડમ્પરને કબજે લઇ રૂપિયા 10 લાખ નો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો ;રહસ્યમય મોત / સુરતના અભેટા ગામ પાસે દુર્ઘટના, જાનૈયા ભરેલી બસમાંથી નીચે પટકાતા યુવાનનું મોત
ભૂસ્તર વિભાગ ની ટિમ ખનીજ ચોરી જડપવામાં અવાર નવાર અનેક કીમિયો અજમાવીને પણ ખનીજ ચોરી જડપવામાં સફળ રહ્યા છે.જોકે આજે વહેલી સવારે ખાનગી વાહન માં ડમ્પર જડપયા બાદ ખનીજ ચોરો માં ફફડાટ ફેલાયો હતો.
