Not Set/ જસદણમાં પેટાચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું, સરકારી મિલકતો પર લખાયું લખાણ ‘કુંવરજી હારે છે’

જસદણ, જસદણ પેટાચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલો પર મોટા-મોટા અક્ષરોમાં ‘ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે..’ તેવું લખાણ લખાતા રાજકારણ ગરમાયુ છે. ભાજપ દ્વારા આ લખાણ મામલે કુંવરજીની છબી ખરાબ કરવા માટે વિરોધ પક્ષ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. તો કોંગ્રેસ દ્વારા આ લખાણ જનતાનો […]

Top Stories Gujarat Others Videos

જસદણ,

જસદણ પેટાચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલો પર મોટા-મોટા અક્ષરોમાં ‘ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે..’ તેવું લખાણ લખાતા રાજકારણ ગરમાયુ છે.

ભાજપ દ્વારા આ લખાણ મામલે કુંવરજીની છબી ખરાબ કરવા માટે વિરોધ પક્ષ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. તો કોંગ્રેસ દ્વારા આ લખાણ જનતાનો અવાજ હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે.