Not Set/ રાજકોટમાં મધર્સ ડેના દિવસે વિપ્ર પરિવારમાં સર્જાઇ કરૂણાંતિકા, પુત્રીએ પણ અંતિમ શ્વાસ ભરતા માતા બની નોંધારી

એક તરફ રાજકોટ સહિત સમગ્ર વિશ્વ જ્યારે મધર્સ ડેની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે રાજકોટ શહેરમાં એક મધર્સ ડેના દિવસે જ એક માતાએ તેમનો સમગ્ર પરિવાર ગુમાવ્યો છે. છેલ્લે પુત્રીના શ્વાસ બચ્યા હતા, તેનું પણ મોત થતાં

Top Stories Gujarat Rajkot

એક તરફ રાજકોટ સહિત સમગ્ર વિશ્વ જ્યારે મધર્સ ડેની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે રાજકોટ શહેરમાં એક મધર્સ ડેના દિવસે જ એક માતાએ તેમનો સમગ્ર પરિવાર ગુમાવ્યો છે. છેલ્લે પુત્રીના શ્વાસ બચ્યા હતા, તેનું પણ મોત થતાં માતાનો વલોપાત જોવા મળ્યો હતો.રાજકોટ  શહેરમાં મધર્સ ડેના દિવસે જ એક માતાએ પોતાની વહાલસોયી તેમજ પરિવારની અંતિમ સભ્ય એવી દીકરી  ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં લાબડીયા પરિવારના ત્રણ સભ્યોનું સામૂહિક આપઘાત બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જયશ્રી બેન લાબડીયાને મધર્સ ડેના દિવસે તેમની દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. લાડકોડથી ઉછરેલી દીકરી જે પરિવારનું અંતિમ સભ્ય તરીકે તેની માતા માટે જીવન જીવવાનો આખરી સહારો હતી તે પણ ઈશ્વરે છીનવી લીધો છે.

રાજકોટમાં તાજેતરમાં જ નાનામોવા રોડ શાસ્ત્રી નગર અજમેરાની સામે શિવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા બ્રાહ્મણ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આત્મહત્યા માટે ફરજ પાડનાર આરોપી દિલીપ કોરાટની ધરપકડ ધરપકડ થઈ તેના ગણતરીના કલાકોમાં જ કરુણાંતિકા સર્જાઇ હતી.રાજકોટ પોલીસે આરોપીને અમદાવાદ હાઇવે પરથી ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક આરોપી વકીલ આર ડી વોરાની શોધખોળ પણ હજુ પણ ચાલી રહી છે. મૃતક કમલેશભાઈ દ્વારા મકાનના સોદામાં પોતાની સાથે ઠગાઈ થયાની સુસાઈડનોટમાં વકીલ સહિત પાંચ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લાબડીયાના પત્ની જયશ્રીબેનની ફરિયાદ પરથી હત્યા અને હત્યા માટે પ્રેરવા અંગે ગુનો દાખલ કર્યો હતો.જે અન્વયે ભાજપ અગ્રણી સાંસદ રામભાઈ મોકરીયા, નીતિનભાઈ ભારદ્વાજ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તટસ્થ ન્યાયની માગણી સાથે પોલીસ કમિશનર સાથે રજૂઆત કરી હતી.

રાજકોટના નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમા 22 વર્ષના પુત્ર અંકિતે દમ તોડયો હતો, જ્યારે કમલેશભાઈ લાબડીયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 21 વર્ષની દીકરી કૃપાલી હજુ પણ સારવાર હેઠળ હતી તેનું પણ મોત નિપજતા એક માતા નિરાશામાં સરી ગઈ છે. અને માતાના કલ્પાંતથી સમગ્ર વાતાવરણ ગમગીન થયું છે.

મકાનના સોદામાં પોતાની સાથે ઠગાઈ થયાની સુસાઈડનોટમાં વકીલ સહિત પાંચ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે અન્વયે આજે સાંસદ રામભાઈ મોકરીયા, નીતિનભાઈ પાડવા તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તટસ્થ ન્યાયની માગણી સાથે પોલીસ કમિશનર સાથે રજૂઆત કરી હતી. તેમજ જયશ્રીબેન ની ફરિયાદ પરથી હત્યા અને હત્યા માટે પ્રેરવા અંગે ગુનો દાખલ કર્યો હતો.લાબડીયા પરિવારે જે મકાન વેચવા કાઢયું હતું તે મકાન દીકરા અને દીકરીના લગ્ન અર્થે વહેંચવા કાઢ્યું હતું. પરંતુ હવે બે બે સંતાનો ગુમાવ્યા બાદ લાબડીયા પરિવારના અંતિમ સભ્ય એવા જયશ્રીબેનના માથે જાણેકે મસમોટા દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.4પ)  બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા અને રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય જેથી તેમના પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ તેમના જેઠ કાનજીભાઇને ઘરે બોલાવી ત્રણેયને પ્રથમ વોકહાર્ટ અને બાદમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં.