National News/ દિલ્હીમાં E-20 પેટ્રોલ નીતિ સામે AAPના ધરણા; કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે ઉઠાવ્યા સવાલો

દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) E-20 પેટ્રોલ વિરુદ્ધ પીએમ હાઉસ તરફ માર્ચ કરવા નીકળ્યા હતા, જેને પોલીસે રોકતા તેઓ ધરણા પર બેસી ગયા છે. જાણો વિગત.

NATIONAL Top Stories India
Arvind Kejriwal

Arvind Kejriwal Protest Against E20 Petrol Delhi: દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ E20 પેટ્રોલ નીતિના વિરોધમાં પાર્ટી નેતાઓ અને કાર્યકરો સાથે રસ્તા પર ધરણા પર બેઠા છે. તેઓ પાર્ટી ઓફિસથી PM હાઉસ સુધી શાંતિપૂર્ણ માર્ચ માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસએ વચ્ચે જ તેમનો કાફલો અટકાવી દીધો.

E20 પેટ્રોલ વિરોધમાં PM હાઉસ માર્ચ

કેજરીવાલ(Arvind Kejriwal) E20 પેટ્રોલના વિરોધમાં આમ આદમી પાર્ટી ઓફિસથી પ્રધાનમંત્રીના નિવાસ સુધી માર્ચ કરવા નીકળ્યા. પોલીસએ કેજરીવાલ સાથેના આશરે 100 લોકોની ટોળીને રસ્તામાં જ રોકી દીધી, જેના પછી કેજરીવાલ પોતાના સાથીઓ સાથે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા. PM હાઉસ તરફ જતો આ કાફલો ફિરોઝશાહ કોટલા રોડ પર રોકાયો હતો.

કેજરીવાલ(Arvind Kejriwal) સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હાજર હતા. બધા લોકો E20 પેટ્રોલ પોલિસીના વિરોધમાં નારા લગાવી રહ્યા હતા.

Arvind Kejriwal ની ત્રણ મુખ્ય માંગણીઓ

E20 પેટ્રોલ નીતિ અંગે કેજરીવાલે અગાઉ કોન્સ્ટિટ્યુશન ક્લબ બહાર “રાષ્ટ્રીય ટાઉન હોલ” કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ મોટી માંગણીઓ મૂકી હતી.

પેટ્રોલ પંપ પર E20 અને શુદ્ધ પેટ્રોલ – બંનેનો વિકલ્પ ઉપલબ્ધ હોવો જોઈએ

E20 પેટ્રોલની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં સસ્તી હોવી જોઈએ.

પેટ્રોલની કિંમત 84 રૂપિયા પ્રતિ લીટરથી નીચે હોવી જોઈએ.

કેજરીવાલે(Arvind Kejriwal) આ પણ દાવો કર્યો છે કે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ કરવાની કારણે ઘણી ગાડીઓના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે અને માઇલેજ પણ ઘટી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પર બોજ વધી રહ્યો છે.

PMને 2 લાખથી વધુ પત્ર

માર્ચ શરૂ કરતાં પહેલાં કેજરીવાલે(Arvind Kejriwal) કહ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2 લાખથી વધુ લોકો દ્વારા લખાયેલા પત્રો સોંપશે. આ પત્રોમાં E20 પેટ્રોલ પોલિસીને “જબરદસ્તી થોપવામાં આવી રહેલી નીતિ” કહીને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે આ માર્ચ E20 પેટ્રોલ પોલિસી જબરદસ્તી લાગુ કરવાની વિરુદ્ધમાં છે અને તેનો ઉદ્દેશ લોકોની ચિંતા સીધા PM સુધી પહોંચાડવાનો છે.

E20 પર સરકારનું સ્પષ્ટીકરણ

અપરાંત, કેન્દ્ર સરકારે પણ E20 પેટ્રોલ અંગે વિસ્તૃત સ્પષ્ટીકરણ આપ્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સંસદમાં લખિત જવાબમાં કહ્યું છે કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામને સ્તરબંધ, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને ચર્ચા–વિચારણા પર આધારિત પ્રક્રિયા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે.

સરકારના અનુસાર:

E20 ફ્યુઅલ અંગે નીતિ આયોગ, વાહન ઉત્પાદકો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ARAI, SIAM, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ અને અન્ય ટેકનિકલ સંસ્થાઓ સાથે મળીને લાંબા સમય સુધી પરીક્ષણ અને ફીલ્ડ ટ્રાયલ થયા છે.

અત્યાર સુધી ઉપલબ્ધ ડેટા મુજબ E20 પેટ્રોલથી એન્જિનને અસામાન્ય નુકસાન થયાનું કોઈ પુરાવું મળ્યું નથી અને કરોડો વાહનોના પ્રાયોગિક ઉપયોગમાં પણ એવી કોઈ ગંભીર ફરિયાદ નોંધાઈ નથી.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે 20 ટકા થી વધુ ઇથેનોલ મિશ્રણ વધારવાનો હાલમાં કોઈ નિર્ણય નથી; ભવિષ્યમાં જો વધારવાની જરૂર પડે તો પણ તે માત્ર વિગતવાર વૈજ્ઞાનિક અને ટેકનિકલ અભ્યાસ અને તમામ હિતધારકો સાથે ચર્ચા પછી જ થશે.

સરકારનો દાવો છે કે E20 પેટ્રોલ પર્યાવરણને અનુકૂળ, ઊર્જા સુરક્ષા મજબૂત બનાવતું અને ઈંધણ આયાત પર આધાર ઘટાડતું “સુપીરિયર ફ્યુઅલ” છે, તેથી પાછું ઇથેનોલ–મુક્ત પેટ્રોલ પર જવાનું કોઈ આયોજન નથી.


આ પણ વાંચો : કેજરીવાલના નવા ઘરને ભાજપે કહ્યું ‘શીશ મહેલ પાર્ટ-2’, 95 Lodhi Estate બંગલા પર મોટો વિવાદ

આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ સામે PIL પર સુનાવણી, કોર્ટ વીડિયો શેર મામલે તિરસ્કારની માગ

આ પણ વાંચો : “ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો”, ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલ પર મોટો હુમલો