Rajkot News/ એક સપ્તાહના ઉપવાસ બાદ જેતલસર આંદોલનનો અંત! રેલવેએ 17 કર્મચારીઓની બદલીના આદેશ જારી કર્યા

Jetalsar Railway Protest: જેતલસર જંકશન ખાતે એક સપ્તાહથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે. રેલવે તંત્રએ 12 ટ્રેન મેનેજર અને 5 લોકો પાઇલટને જેતલસર લોબીમાં તબક્કાવાર છૂટા કરવાના આદેશ જારી કર્યા છે.

Top Stories Gujarat Rajkot
Jetalsar Railway Protest: જેતલસર આંદોલનનો સુખદ અંત, 17 કર્મચારીઓ માટે રેલવેના આદેશથી મોટી રાહત

Rajkot News: જેતલસર જંકશન ખાતે છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આખરે અંત (Jetalsar Railway Protest) આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા આંદોલનકારીઓની મુખ્ય માગણીને પગલે 12 ટ્રેન મેનેજર અને 5 લોકો પાઇલટને રાજકોટ લોબીમાંથી જેતલસર લોબીમાં તબક્કાવાર છૂટા કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને કાર્યવાહી અંગે ખાતરી આપ્યા બાદ ઉપવાસીઓને પારણાં કરાવ્યાં હતાં.

Jetalsar Railway Protest: 12 ટ્રેન મેનેજરની બદલીના આદેશ

જેતલસર જંકશન બચાવો આંદોલનના મુખ્ય ઉપવાસી હનીફ બ્લોચના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ (Bhavnagar Railway Division) દ્વારા રાજકોટ (JCLR) લોબીમાંથી જેતલસર (JLR) લોબીમાં 12 મેલ-એક્સપ્રેસ ટ્રેન મેનેજરની બદલી કરવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને 22થી 28 નવેમ્બર દરમિયાન તબક્કાવાર છૂટા કરવામાં આવશે, જેથી ટ્રેનોનું નિયમિત સંચાલન ખોરવાય નહીં.

આ ઉપરાંત લેવલ-6ના 9 ટ્રેન મેનેજરની તેમની પોતાની વિનંતી પર સમાન વેતનધોરણે બદલી કરવામાં આવી છે. અગાઉ 8 જુલાઈના આદેશથી પણ 3 ટ્રેન મેનેજરની બદલી થઈ હતી.

5 લોકો પાઇલટને પણ જેતલસર લોબીમાં મૂકવાની કાર્યવાહી

ટ્રેન મેનેજરની સાથે પાંચ લોકો પાઇલટને પણ જેતલસર લોબીમાં તબક્કાવાર છૂટા કરવાનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ 24 નવેમ્બરે 1, 27 નવેમ્બરે 3 અને 30 નવેમ્બરે 1 લોકો પાઇલટને છૂટા કરવામાં આવશે. આમ, કુલ 17 કર્મચારીઓ માટેની કાર્યવાહી શરૂ થતાં આંદોલનકારીઓની મુખ્ય માગણીને વહીવટી સ્તરે અમલમાં મૂકવાનો માર્ગ ખુલ્યો છે.

70થી વધુ કર્મચારીઓની બદલીથી શરૂ થયું હતું આંદોલન

જેતલસર જંકશનનું મહત્ત્વ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આંદોલન શરૂ થયું (Railway Protest) હતું. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, રેલવે દ્વારા અહીંથી લોકો પાઇલટની લોબી અને બ્રેકડાઉન વિભાગ જેવી મહત્ત્વપૂર્ણ કામગીરી અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી. ઉપરાંત, 70થી વધુ કર્મચારીઓની બદલી (Railway Employees Transfer) કરવામાં આવતાં તેમના પરિવારોના સ્થળાંતર અને સ્થાનિક વેપાર-ધંધા પર અસર થવાની ભીતિ ઊભી થઈ હતી.

આના વિરોધમાં ગ્રામજનો, વેપારીઓ અને પૂર્વ રેલવે કર્મચારીઓએ જેતલસર જંકશનનું મહત્ત્વ જાળવવા તથા કર્મચારીઓની બદલી રદ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. રેલવે દ્વારા બદલી અને કર્મચારીઓને છૂટા કરવાની લેખિત કાર્યવાહી શરૂ કરાતાં એક સપ્તાહથી ચાલતા આંદોલનનો અંત આવ્યો છે.


આ પણ વાંચો: મોબાઈલ પરત આપવા PSIએ માગી રૂ.20 હજારની લાંચ: ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ACBનો છટકો

આ પણ વાંચો: રાજકોટ રેલવે પોલીસની બેદરકારી: મહિલા ASI સસ્પેન્ડ, ગુમ બાળક મામલે ફરિયાદ માટે 24 કલાક રાહ જોવાનું કહ્યું

આ પણ વાંચો: મહેસાણા રેલવે સ્ટેશન પર અજાણ્યા શખ્સે માતાનો વિશ્વાસ જીતી બાળકને લઈ ગયો, કલાકો સુધી શોધખોળ છતાં ન મળ્યો 3 વર્ષનો દીકરો