Gujarat News/ Covid 19: રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 119 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 500ને પાર

આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની ચેતવણી આપી

Gujarat

Gujarat News : ગુજરાતમાં ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 119 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 508 થઈ ગઈ છે. જેમાં 18 લોકો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 409 હોમ આઈસોલેશનમાં છે.રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજે 508 નવા કેસ નોંધાયા જ્યારે 72 લોકો કોરોનાથી સાજા થયા છે.

ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ ગઈ છે. રાહતની વાત છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા માત્ર 18 છે, સાથે કોઈના મોત થયા નથી.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, હાલમાં ફેલાયેલો ચેપ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ NB.1.8.1 ને કારણે થઈ રહ્યો છે. તે ઝડપથી ફેલાય છે, પરંતુ તેની તીવ્રતા ઓછી છે.

તેના લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, નાકમાંથી પાણી આવવું અને ભૂખ ન લાગવી સામેલ છે, જે સામાન્ય મોસમી ફ્લૂ જેવા જ છે. આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવાની ચેતવણી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશમાં કોરોનાના 3961 સક્રિય કેસ, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કયા રાજ્યોમાં વધુ જોખમ છે?

આ પણ વાંચો:કોરોનાને લઈને તંત્રની પોલંપોલ : કોરોનાથી બેના મોત છતા આરોગ્યમંત્રીને જોખમી લગતો નથી

આ પણ વાંચો:જો કોરોનાની ચોથી લહેર આવશે, તો તે 28 દિવસ સુધી ચાલશે : નિષ્ણાતે કહ્યું- નવા વેરિઅન્ટ પર હાલની રસી બિનઅસરકારક છે,દેશમાં ૧૩૪૮ સક્રિય કેસ છે