Not Set/ અમદાવાદ/ પ્રેમના ખેલ ખેલી રહેલી મહિલા સાથે તેના પ્રેમીની કરાઈ ધરપકડ

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ  અમદાવાદ શહેરના ગીતામંદિર વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને વાંચીને તમે અચરજ પરમાડી શકો છો. જ્યાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી.જે ગુનામા પોલીસે પત્નિ અને તેના પ્રેમી ની ધરપકડ કરી છે. જોકે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમ ના ખેલ ખેલી પરિવાર ના સંબંધો […]

Ahmedabad Gujarat

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરના ગીતામંદિર વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને વાંચીને તમે અચરજ પરમાડી શકો છો. જ્યાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી.જે ગુનામા પોલીસે પત્નિ અને તેના પ્રેમી ની ધરપકડ કરી છે. જોકે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમ ના ખેલ ખેલી પરિવાર ના સંબંધો નેવે મુકી ચુકી હોવાનુ સામે આવ્યુ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં 14 દિવસ પહેલા પત્નીના આડા સંબંધના મામલમાં ભરત મારુ નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસ બાદ પોલીસે આત્મહત્યા માટે જવાબદાર પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુ ની ધરપકડ કરી છે.. ત્યારબાદ પોલીસે પ્રેમી જિગ્નેશ મકવાણા અને પત્નિ દક્ષા મારુની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી પત્નિએ કરેલા ખુલાસા બાદ પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી.

ધરપકડ બાદ આરોપી પત્નીની પોલીસે પુછપરછ કરી હતી,જેમાં તેને જણાવ્યું કે, આ મહિલા અગાઉ પણ પ્રેમ ના ખેલ ખેલી ચુકી છે.. દક્ષાના 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે થયા હતા.. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષા ગારિયાધાર ના એક યુવકના પ્રેમમા છે જેથી તેમના છુટાછેડા થયા. બાદ મા 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી ત્યારે તેનો સંબંધ મૃતક ભરત મારુ સાથે થયો બાદમા તેમના લગ્ન પણ થયા.. અને 3 વર્ષનો બાળક પણ છે.. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમા હતી…અને તેની જાણ થતા દક્ષાના પતિ ભરત મારુ એ આત્મહત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.