Not Set/ અમદાવાદમાં હૈદરાબાદથી વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો, રસીકરણ પુનઃ કાર્યરત

અમદાવાદમાં વ્યક્તિના પુરતા જથ્થાના અભાવમાં વેક્સિનેશન ખોરંભે પડયું હતું. ત્યારે હવેસીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો અમુક જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. જેથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે.આ

Ahmedabad Gujarat

અમદાવાદમાં વ્યક્તિના પુરતા જથ્થાના અભાવમાં વેક્સિનેશન ખોરંભે પડયું હતું. ત્યારે હવેસીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિનનો અમુક જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. જેથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે.આ જથ્થાની ફાળવણી રાજ્ય સરકાર કરશે. રાજ્ય સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને 2 કરોડ અને ભારત બાયોટેકને 50 લાખ વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો છે.આ જથ્થો હૈદરાબાદથી ઈન્ડિગો એરલાઇનના મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો છે.

 

દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાંહજી પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધારે છે. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. હવે રાજ્યમાં 18થી 44 વયના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વેક્સિનેશન અભિયાન રાજ્યભરના શહેરો સહિત નાના નાના ગામોમાં પણ ચાલી રહ્યું છે.કોરોનાની બીજી લહેરથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો,  હવે લોકો વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરોની બહાર લાઈનો લગાવી રહ્યા છે. સાથે કેટલાક સેન્ટરોમાં વેક્સિનનો જથ્થો પણ ન હોવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

 

જોકે કેટલાક ડોક્ટરનું પણ માનવું છે કે, વેક્સિન લીધા પછી કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે ઝડપથી રિકવર થઈ જાય છે. જેથી યુવાનોથી માંડીને વૃદ્ધ વર્ગના લોકો વેક્સિન લેવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.શનિવારે પણ બપોરે બે વાગ્યા બાદ ટાગોર હોલમાં વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો હતો. જેના કારણે માથાકુટ પણ થઈ હતી. જોકે પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો અને લોકોને શાંત કરી પરત મોકલવામાં આવ્યા હતા.જે પૂનઃ કાર્યરત થઇ જતા લોકો સહિત તંત્રમાં હાશકારો જોવા મળ્યો છે.

18થી 44 વયના લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તેમના સ્લોટ પ્રમાણે વેક્સિન આપવામાં આવે છે તો કેટલીક જગ્યાએ લોકોને વેક્સિન લેવામાં સરળતા રહે તે માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરાય છે.આરોગ્ય વિભાગના સંશોધન પત્રો મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા  જ્યારે કોવેક્સિનમાં 78 ટકા ઉપલબ્ધતા છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન ચાલુ રહેશે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં વેક્સિનેશન બંધ રહેશે.