Junagadh News: જુનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની જાણીતી અને ઊંચી ફી વસુલતી ધોળકિયા સ્કૂલમાંથી 3 બાળકો અચાનક ગુમ થતા હડકંપ મચી ગયો હતો. આ ઘટના ગત સાંજે બની હતી. શાળાના જવાબદારો દ્વારા તાત્કાલિક વાલીઓને જાણ કરવામાં ન આવતા વાલીઓ રોષે ભરાયા હતા. આખરે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્રણેય બાળકો જુનાગઢ ST કંટ્રોલ રૂમમાંથી હેમખેમ મળી આવ્યા હતા.
આ ઘટનાને લઈને વાલીઓએ શાળાની બેદરકારી પર ગંભીર આક્ષેપ કર્યા છે. વાલીઓએ દાવો કર્યો છે કે જો શાળા સંચાલકોએ સમયસર માહિતી આપી હોત તો ચિંતા અને દોડધામ ટાળી શકાત. પરંતુ શાળાએ આ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.
બાળકો કેવી રીતે જુનાગઢ સુધી પહોંચ્યા?
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકો પર કોઈક પ્રકારનો માનસિક દબાવ હતો, જેના કારણે તે રાજકોટ છોડીને જુનાગઢ સુધી પહોંચ્યા હતા. તે જુનાગઢ ST સ્ટેન્ડ પાસે જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા તેને સુરક્ષિત કસ્ટડીમાં લઈ વાલીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરાવવામાં આવી હતી.
વાલીઓમાં ભારે રોષ
બાળકો હેમખેમ મળી જતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સાથે સાથે તેમણે સ્કૂલ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. વાલીઓનું કહેવું છે કે આવી પ્રતિષ્ઠિત શાળામાંથી બાળકો ગુમ થઈ જવું એ મોટો પ્રશ્ન છે. શાળા સંચાલકોએ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
વાલીઓની માંગ છે કે શાળા પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવું ફરી ન બને. તેઓએ આ મુદ્દે ઉચ્ચ સ્તર સુધી ફરિયાદ કરવાનો ચીમકી આપ્યો છે.
શાળાની ભૂમિકા પર સવાલો
ઘટનાની ગંભીરતા છતાં શાળા સંચાલકોએ વાલીઓને તાત્કાલિક જાણ ન કરવી એ સૌથી મોટી બેદરકારી ગણાઈ રહી છે. આવી સંસ્થાઓ જ્યાં માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે ભારે ફી ચૂકવે છે, ત્યાં સુરક્ષા અને જવાબદારીમાં આવી ખામીઓ જોવા મળવી એ ચિંતાજનક છે.
પોલીસે લીધા પગલાં
જુનાગઢ પોલીસ દ્વારા બાળકોને સુરક્ષિત રીતે વાલીઓને સોંપવાની કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે જણાવ્યું કે હાલ બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. સાથે જ, બાળકો જુનાગઢ સુધી કેવી રીતે અને શા માટે પહોંચ્યા તેની તપાસ ચાલી રહી છે.
[fvplayer id=”160″]
સમાજમાં ચર્ચાનો વિષય
આ ઘટના સોશિયલ મીડિયા સહિત સ્થાનિક સમાજમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે. લોકોનું કહેવું છે કે આવી શાળાઓ માત્ર ફી વસુલવામાં આગળ રહે છે પરંતુ બાળકોની સુરક્ષામાં ગંભીર ખામીઓ છે. આ ઘટનાએ શહેરમાં માતા-પિતાઓમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.
આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે શાળાઓએ માત્ર શિક્ષણ પૂરતું નહીં પરંતુ બાળકોની સુરક્ષા અને સમયસર માહિતી આપવાની જવાબદારી નિભાવવી અત્યંત જરૂરી છે. વાલીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલો ત્યાં સુધી દબાવી રાખશે નહીં જ્યાં સુધી બાળકોની સુરક્ષાની ખાતરી માટે શાળા તરફથી કડક પગલાં લેવામાં ન આવે.
હાલમાં બાળકો સુરક્ષિત મળી ગયા છે, જે મોટી રાહત છે, પરંતુ આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી
આ પણ વાંચોજુનાગઢ ભવનાથમાં ગેરકાયદેસર રાઇડ્સ મામલે તંત્રનો મોટો નિર્ણય લેવાયો
આ પણ વાંચો:જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો: વીડિયો વાયરલ
