National News/ અતીક અહેમદના પુત્ર અબાનના જનાજામાં ભાઈઓ અલી અને ઉમર જોડાશે, હાઈકોર્ટે પેરોલ મંજૂર કરી

Atiq Ahmedના પુત્ર અબાન અહેમદના અંતિમ સંસ્કાર કસારી મસારી કબરસ્તાનમાં થશે. હાઈકોર્ટે જેલમાં બંધ તેના ભાઈઓ ઉમર અને અલીને પેરોલ મંજૂર કર્યા છે.

NATIONAL Top Stories India
Atiq Ahmed

Atiq Ahmed Son Aban Funeral Allahabad High Court Parole: માફિયા અતીક અહેમદના(Atiq Ahmed) સૌથી નાના પુત્ર અબાન અહેમદના જનાજામાં તેના બે મોટા ભાઈઓ અલી અહેમદ અને ઉમર અહેમદ હાજરી આપી શકશે. બંને હાલ અલગ-અલગ જેલમાં બંધ છે, પરંતુ ઇલાહાબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે તેમને પેરોલ મંજૂર કરી છે જેથી તેઓ અંતિમ વિધિમાં સામેલ થઈ શકે. કોર્ટ દ્વારા સ્પષ્ટ શરતો મુકવામાં આવી છે કે બંને ભાઈઓ મીડિયા સાથે કોઈ વાતચીત નહીં કરે, પોલીસની કડક સુરક્ષા હેઠળ સીધા કબ્રસ્તાન જશે અને અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ ફરી જેલ પરત ફરશે.

Atiq Ahmedના પુત્રઅબાનનું મોત માર્ગ  અકસ્માતમાં થયું હતું 

અબાન અહેમદનું ગુરુવારે ઝાંસી નજીક એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હાલ તેમનો પાર્થિવ દેહ પરિવારજનો પાસે રાખવામાં આવ્યો છે, જ્યાં સગા-સંબંધીઓ અને ઓળખીતાઓ અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે.

Atiq Ahmed

અતીક અહેમદની કબરની બાજુમાં થશે દફનવિધિ

અબાનની દફનવિધિ પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવશે. આ જ કબ્રસ્તાનમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત પરિવારના અન્ય સભ્યો દફનાયેલા છે. અબાન માટે પણ અતીક અહેમદની કબરની બાજુમાં કબર તૈયાર કરવામાં આવી છે.

વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત

અંતિમ વિધિને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે.

હાઈકોર્ટ તરફથી પેરોલ મળ્યા બાદ જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસ અલી અને ઉમરને કડક સુરક્ષા વચ્ચે કબ્રસ્તાન લઈ જશે, જ્યાં અબાનને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.


આ પણ વાંચો:અતીક અહેમદના પુત્રના અકસ્માત બાદ તપાસ; કારમાંથી મળ્યા ચોંકાવનારા પુરાવા

આ પણ વાંચો:અતીક અહેમદના પુત્ર અબાનના જનાજામાં ભાઈઓ અલી અને ઉમર જોડાશે, હાઈકોર્ટે પેરોલ મંજૂર કરી

આ પણ વાંચો:અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત, જેલમાં ભાઈને મળવા જતા હાઈવે પર સર્જાયો અકસ્માત