Not Set/ રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપોમાં કેટલું સત્ય છે ? દસોલ્ટના CEOઓએ કર્યું આ ખંડન

નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી રાફેલ ડીલમાં HALને નજરઅંદાજ કરી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદને લઈ ફાઈટર પ્લેન બનાવનારી કંપની દસોલ્ટના CEO એરિક ટ્રેપરિકે એક મહત્વનું નિવેદન આપ્યું છે. #WATCH: ANI editor Smita Prakash interviews CEO Eric […]

Top Stories India Trending

નવી દિલ્હી,

કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી રાફેલ ડીલમાં HALને નજરઅંદાજ કરી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદને લઈ ફાઈટર પ્લેન બનાવનારી કંપની દસોલ્ટના CEO એરિક ટ્રેપરિકે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

દસોલ્ટ કંપનીના CEOએ જણાવ્યું છે કે, “અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને તેઓની કંપની દ્વારા પોતે જ પસંદગી કરાઈ હતી”. સાથે સાથે તેઓએ રાહુલ ગાંધીએ સરકાર પર લગાવેલા આરોપોને પણ ફગાવ્યા હતા.

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં એરિક ટ્રેપરિકે આ સ્પષ્ટતા કરી હતી.

હું ખોટું બોલતો નથી : દસોલ્ટ CEO

એરિક ટ્રેપરિકે રાહુલ ગાંધીના આરોપો અંગે કહ્યું હતું કે, “હું ખોટું બોલતો નથી. આ પહેલા જે સત્ય મેં કહ્યું હતું તેમજ જે નિવેદન આપ્યા હતા, તે સાચા છે. મારી છબી ખોટું બોલવાની નથી”.

પીએમ મોદી અને અનિલ અંબાણીની ભાગીદારીનો આ મામલો છે : રાહુલ ગાંધી

મહત્વનું છે કે, આ પહેલા કોંગ્રેસના અધ્યક્ષે મોદી સરકારને ઘેરતા કહ્યું હતું કે, “રાફેલ ઓપન એન્ડ શટકેસ છે, આ સ્પષ્ટપણે જોવા મળે છે કે, પીએમ મોદી અને અનિલ અંબાણીની ભાગીદારીનો આ મામલો છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “અનિલ અંબાણીની કંપનીના ખાતામાં દસોલ્ટ દ્વારા ૨૮૪ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે અને આ જ પૈસાથી અનિલ અંબાણીની એ જમીન ખરીદી છે. દસોલ્ટના CEO સ્પષ્ટપણે ખોટું બોલી રહ્યા છે”.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની પાસે ૭૮ વર્ષનો રક્ષા ક્ષેત્રે હથિયારો બનાવવાનો અનુભવ છે જયારે રિલાયન્સ ડિફેન્સ પાસે રક્ષા ક્ષેત્રના મેન્યુફેક્ચરિંગની વાત તો દૂર છે પરંતુ એવિએશન સેક્ટરમાં પણ કોઈ અનુભવ ન હતો, ત્યારે આ કરાર કેવી રીતે આપવામાં આવ્યો.