Gandhinagar News: રાજ્યના અનુસૂચિત જાતિ (Scheduled Caste)ના યુવાનો રાષ્ટ્રસુરક્ષાની સેવામાં જોડાઈ પોતાની કારકિર્દી ઘડે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર (Govt of Gujarat) દ્વારા ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજના આજે અનેક યુવાનોના સપનાઓને પાંખો આપી રહી છે.
આ યોજના અંતર્ગત ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી (Raksha Shakti University) દ્વારા 47 અનુસૂચિત જાતિ (Scheduled Caste)ના યુવાનોને 75 દિવસની વિશેષ તાલીમ આપીને અગ્નિવીર ભરતી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલ રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાઈ રહી છે.
યોજના પાછળનો મુખ્ય હેતુ
અનુસૂચિત જાતિ (Scheduled Caste)ના યુવાનોને ભારતીય સેનામાં જોડાવાની તક મળી, અગ્નિવીર ભરતી પરીક્ષાની સુવ્યવસ્થિત તૈયારી અને શારીરિક, માનસિક અને શિસ્તબદ્ધ તાલીમની તકો મળે તે માટે આ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણો વિકસાવવાનો પણ ઉદ્દેશ ધરાવે છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટીની મહત્વપૂર્ણ ભૂમિકા
રાજ્ય સરકારે આ યોજના માટે રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે.
યુનિવર્સિટી દ્વારા નીચે જણાવેલ માહિતી સહિતની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવે છે.
શારીરિક કસરત
લેખિત પરીક્ષા તૈયારી
માનસિક તાલીમ
શિસ્ત અને સૈન્ય જીવનશૈલી

તાલીમ સાથે સ્ટાઇપેન્ડની સુવિધા
આ યોજના હેઠળ તાલીમાર્થીઓનેદર મહિને અને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. આ રકમ DBT (Direct Benefit Transfer) મારફતે સીધી તાલીમાર્થીના ખાતામાં જમા થાય છે. જેથી યુવાનો પર આર્થિક ભાર ન રહે અને તેઓ સંપૂર્ણ મનોયોગથી તાલીમ મેળવી શકે.
દર મહિને ₹1,000 લેખે
કુલ ₹2,500 સ્ટાઇપેન્ડ
કોણ લઈ શકે યોજનાનો લાભ?
‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ માટે નીચે મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ યોજનાની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે.
વય: 17.5 વર્ષથી 21 વર્ષ
ઊંચાઈ: 168 સે.મી.
વજન: 50 કિલોગ્રામ
છાતી: 77 + 5 સે.મી.
શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ
ધોરણ 10માં ઓછામાં ઓછા 45 ટકા ગુણ
₹51 લાખની બજેટ જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનેક સુવિધા આપવા માટે કુલ ₹51 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આ યોજના પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
રહેવા
જમવા
તાલીમ
સ્ટાઇપેન્ડ
અનુસૂચિત જાતિ (Scheduled Caste)ના યુવાનોના સપનાઓને પાંખો આપતી યોજના
આ યોજના દ્વારા આજે અનેક અનુસૂચિત જાતિ (Scheduled Caste)ના યુવાનો અગ્નિવીર બનવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રસેવામાં જોડાવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. પોતાના પરિવાર અને સમાજ માટે ગૌરવ બની રહ્યા છે.
જો તમે પણ દેશસેવા સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગતા હોવ, તો ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ તમારા માટે શ્રેષ્ઠ અવસર છે.
