Gandhinagar News: ગુજરાત સરકારે અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. આમ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ બાદ હવે અગ્નિવીરો માટે જાહેરાત કરનારું ગુજરાત વધુ એક રાજ્ય બન્યું છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારે અગ્નિવીરની સેવા પૂરી થયા પછી તેમને આર્મ્ડ પોલીસ અને એસઆરપીમાં પ્રાથમિગતા આપવાની જાહેરાત કરી છે.
આ માટેની જાણકારી સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે આપી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. સૌથી પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગ્નિવીરોને મોટી ભેટ આપી હતી. સીએમ યોગીએ જણાવ્યું હતું કે અગ્નિવીરની સેવા પૂરી થયા પછી રાજ્ય સરકાર તેમને યુપી પોલીસ અને પીએસીમાં પ્રાથમિકતા આપશે.
अग्निपथ योजना और अग्निवीरों के संबंध में विपक्ष द्वारा फैलाए जाने वाले भ्रम बेतुके भी है, और निंदनीय भी है।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय सेना में व आंतरिक सुरक्षा व्यवस्था में कई नए रिफॉर्म्स हो रहे हैं। अग्निपथ योजना भी ऐसी ही एक पहल है।…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2024
આ દરમિયાન સીએમ યોગીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે અગ્નિવીર ખૂબ જ સારી યોજના છે પરંતુ કેટલાક રાજકીય પક્ષો તેના પર રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પણ પોલીસ અને રાજ્યના સશસ્ત્ર દળોમાં અગ્નિવીર જવાનોને અનામત આપવાની જાહેરાત કરી હતી. સીએમ મોહન યાદવે કહ્યું કે, ‘આજે કારગિલ દિવસના અવસર પર અમારી સરકારે નિર્ણય લીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા મુજબ અગ્નિવીર સૈનિકોને પોલીસ અને સશસ્ત્ર દળોની ભરતીમાં અનામત આપવામાં આવશે.’
આના પગલે આગામી સમયમાં બીજા રાજ્યો પણ અગ્નિવીર અંગે જાહેરાત કરવા પ્રેરાઈ શકે છે. કમસેકમ ભાજપની સરકારવાળા રાજ્યો તો આ દિશામાં મહત્ત્વનું પગલું લઈ જ શકે છે. આગામી સમયમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી છે ત્યારે મહારાષ્ટ્ર અને પછી આસામ આ પ્રકારની જાહેરાત કરશે તો કોઈને નવાઈ નહીં લાગે.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
