Ahmedabad News/ અમદાવાદમાં બેન્ક સાથે 2.50 કરોડની છેતરપિંડી : બેન્કના અધિકારી સામે ગુનો દાખલ

ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં અમરનાથ કોઓપરેટિવ બેન્ક લિમીટેડ સ્ટેડિયમ રોડ બ્રાન્ચ સાથે રૂ.2.50,57,000 ની છેતરપિંડીનો ગુનો ક્રાઈમ બ્રાંચમાં નોંધાયો છે. આ અંગે ચૈતન્યજી.થુલાએ બેન્કના સીનીયર એક્ઝીક્યુટીવ મેનેજર તરીકે કામ કરતા વિપુલકુમાર એસ.પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી વિપુલ પટેલે બેન્કમાં RTGS વખતે કરવામાં આવતી કામગારી કરી ન હતી.

તેમણે આ રકમ પોતાના પર્સનલ તથા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બેન્કના ધ્યાનમાં ન આવે તે રીતે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે એન્ટ્રી કરાવી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ટ્રાન્ઝેક્શન વખતે એક્સીસ બેન્કના પોર્ટલ પરથી આવતો OTP મેળવી લીધો હતો. બાદમાં RTGS એપ્રુવ કરીને આ નાંણા ટ્રાન્સફર કરી બેન્ક સાથે ઠગાઈ કરી હતી.

આ અંગે ક્રાઈમ બ્રાંચ આર્થિક ગુના નિવારણ શાખા યુનિટ-4 નાપી.આઈ.વી.એન.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સપ્તાહ: 23 વર્ષોમાં ગુજરાતે મજબૂત આરોગ્ય માળખું ઊભું કરીને ‘સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત’ના મંત્રને કર્યો આત્મસાત્

આ પણ વાંચો: 2 દાયકામાં ગુજરાતે સફળતાપૂર્વક ઊભું કર્યું મજબૂત આરોગ્ય માળખું

આ પણ વાંચો: ત્રીજી લહેરના સંભવિત ખતરા માટે વેક્સિનેશન ઝડપથી બનાવવામાં આવશે : આરોગ્ય સચિવ