Not Set/ બીજેપીના આ નેતાનો પુત્ર મંદિરમાં પુરી-શાકના પેકેટ સાથે વહેચી રહ્યો છે દારૂની બોટલો અને પછી…

ઉત્તર પ્રદેશમાં મંદિરમાં પુરી-શાકની પ્રસાદી સાથે દારૂની બોટલ પણ આપ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. બીજેપીના નેતા નરેશ અગ્રવાલના પુત્રએ મંદિરમાં કરેલું કામ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિન અગ્રવાલે મંદિરના એક કાર્યક્રમમાં જમવાના પેકેટ સાથે દારૂની બોટલ વહેચવાનો મામલો સામે આવ્યો છે.આ કાર્યક્રમ તેના પિતા એટલે કે નરેશ અગ્રવાલ પણ હાજર હતા. Hardoi: Liquor […]

Top Stories India Trending Politics

ઉત્તર પ્રદેશમાં મંદિરમાં પુરી-શાકની પ્રસાદી સાથે દારૂની બોટલ પણ આપ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.

બીજેપીના નેતા નરેશ અગ્રવાલના પુત્રએ મંદિરમાં કરેલું કામ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિન અગ્રવાલે મંદિરના એક કાર્યક્રમમાં જમવાના પેકેટ સાથે દારૂની બોટલ વહેચવાનો મામલો સામે આવ્યો છે.આ કાર્યક્રમ તેના પિતા એટલે કે નરેશ અગ્રવાલ પણ હાજર હતા.

આ મામલો ઉત્તર પ્રદેશના હરદોઇનો છે જ્યાં એક મંદિરના કાર્યક્રમમાં ભાજપના નેતા પહોચ્યા હતા.આ કાર્યક્રમમાં નીતિન અગ્રવાલે જમવાના પેકેટમાં દારૂની બોટલ મુકીને ત્યાં ઉપસ્થિત લોકોને વહેચી હતી.આ પેકેટના ફોટા જયારે મીડિયા સામે આવ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.

ન્યુઝ એજન્સી એએનઆઈ દ્વારા લેવામાં આવેલા ફોટામાં પૂરી-શાકના પેકેટ સાથે દારૂની બોટલ ચોખ્ખી જોઈ શકાય છે. આ મામલે ભાજપના નેતા અંશુલ વર્માએ કહ્યું કે ભાજપને આ ભૂલ સુધારવા માટે બીજી વખત વિચારવું પડશે.અંશુલ શર્માએ આ મામલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને લેટર લખ્યો છે. આ મામલા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તેમણે લખ્યું છે કે શક્તિપીઠમાં આ રીતે દારૂની બોટલ વહેચવી એ ઘણું નિંદનીય કામ છે. જો પાર્ટી આ પ્રકારના કામને ગંભીરતાથી નહી લે તો સમાજના હિત માટે હવે રસ્તા પર ઉતરવું પડશે.