ડો.બી.આર. આંબેડકરના પૌત્ર રાજરત્ન આંબેડકરએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધ્યું છે. તેમણે આરએસએસને આતંકી સંગઠન ગણાવ્યું હતું. રાજરત્ન આંબેડકરએ કહ્યું કે મેં કહ્યું હતું કે, આરએસએસ ભારતનું આતંકવાદી સંગઠન છે. તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ. રાજરત્ન આંબેડકર દ્રારા પોતાનાં સંબોધનમાં કહેવામાં આવ્યું કે, એક સાધ્વી વડા પ્રધાનની પાછળની બેઠક પર બેસી અને કહે છે કે જ્યારે ભારતીય સેનાએ શસ્ત્રો અને દારૂગોળો ખતમ કરી દીધા હતા, ત્યારે આર.એસ.એસ. એ સેનાએ શસ્ત્રો અને દારૂગોળો પ્રદાન કર્યો હતો. આરએસએસને તે હથિયારો અને દારૂગોળો કેવી રીતે મળ્યો ???
#WATCH Rajaratna Ambedkar, Dr BR Ambedkar's great-grandson, in K'taka: …I'd said RSS is India's terrorist org,get it banned…A sadhvi sits beside PM&says that when Indian Army exhausted its arms&ammunition,RSS provided them that. How did RSS get that arms&ammunition?…(26.01) pic.twitter.com/PMmtLX2afc
— ANI (@ANI) January 27, 2020
આ તમામ બાબતો અને સંબોધનો સાથેનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજરત્ન આંબેડકર દ્રારા ભાજપનાં સાધ્વી સાંસદ, વડા પ્રધાન અને આરએસએસ પર ઘાતક નિશાન તાકવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
