માતા અને બાળક વચ્ચેના સંબંધ વિશ્વમાં સૌથી સુંદર છે. બિંદુને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી. ગર્ભાવસ્થા સ્ત્રીના જીવનનો એક સુંદર તબક્કો છે.

ગર્ભાવસ્થાની ડાયેટનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. યોગ્ય ખાન-પાન, માતા અને ગર્ભસ્થ શિશુ બંનેના આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ આ અવસ્થામાં યોગ્ય ખાનપાન કોઇક પડકારથી ઓછું નથી.

વધારે પોશાક તત્વો વાળો અને વધારે પ્રોટીન, આર્યન, કેલ્શિયમ અને પ્રોટીનવાળો ખોરાક લેવો. પ્રોટીન દાળ અને કઠોળ માંથી મળે છે.

તીખું તથા બહાર ની વસ્તુ ના ખાવી.

વિરુદ્ધ આહાર તે મોટાભાગના રોગ કરનારો છે. તેથી તેનાથી દૂર રહેવું. દૂધ સાથે કોઈપણ ફળો, દહીં, છાશ, લસણ, ડુંગળી, મૂળાં, ગોળ તેમજ બધીજ ખટાસ વાળી વસ્તુઓ વિરુદ્ધ આહાર છે જે નુકસાન કરે છે.

બધા શાકભાજી અને ફળો માંથી વિટામિન મળે છે.

ચા અને કોફી માં કૈફીન અને ટૈટિન હોય છે. વધારે પડતી ચાનું સેવન કરવાથી ભૂખ લાગતી નથી જે ગર્ભાવસ્થા માટે યોગ્ય નથી.
