Gujarat News:ગુજરાતમાં 2025-26નો શિયાળો પોતાના તેવર બતાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો અહેસાસ શરૂ થઈ જતો હોય છે અને જાન્યુઆરીમાં તે ચરમસીમાએ પહોંચે છે, પરંતુ આ વખતે રાજ્યભરમાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી છે. ફેબ્રુઆરીના મધ્યમાં પણ ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા ગરમ પવનોને (Heat Wave) કારણે ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. શિયાળો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં વિદાય લઈ શકે છે.

રાજ્યમાં હાલનું તાપમાન
શહેરો |
તાપમાન |
| ડીસા | 33°C |
| રાજકોટ | 32.5°C |
| અમદાવાદ | 32.2°C |
| ગાંધીનગર | 31.8°C |
| અમરેલી | 31.5°C |
| સુરેન્દ્રનગર | 31.2°C |
| વડોદરા | 31.8°C |
ગરમ પવનોને (Heat Wave) કારણે ગરમીનો અહેસાસ શરૂ
આ તાપમાન શિયાળાના મધ્યમાં પણ સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચા રહ્યા છે, જે ઋતુ માટે અસામાન્ય છે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન (Heat Wave) 31-34°C અને લઘુત્તમ 16-20°C આસપાસ રહે છે, જે સામાન્યથી 1-3°C વધુ છે.હવામાન નિષ્ણાતો અને IMDના અહેવાલ અનુસાર, આ વખતે હિમાલયમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances) મજબૂત અને વારંવાર સર્જાયા નથી. જ્યારે પર્વતો પર ભારે હિમવર્ષા થાય છે, ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચીને ઠંડી લાવે છે. પરંતુ 2025-26માં હિમવર્ષા નોંધપાત્ર ઓછી રહી, જેના કારણે ઠંડીનું મોજું સર્જાયું નથી.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો:ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી

