અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તે વેકેશન માટે માલદીવ ગઈ હતી. હવે તેણે આ વેકેશનના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તસવીરોમાં હિના ખાન બ્લેક સ્ટ્રેપી બિકિનીમાં જોવા મળી રહી છે. હિનાના આ બોલ્ડ અંદાજને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં, યુઝર્સ હિનાના વખાણ કરી રહ્યા છે.

હિના ખાને તેના વાળને સિમ્પલ બનાવ્યા છે અને તેને રેડ ડોટ રિબનથી બાંધી દીધા છે. તસવીરમાં તે પોતાના હાથ ઉપર કરી પોઝ આપતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ તેના કેટલાક અન્ય ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે પૂલમાં તરવાની મજા લેતી જોવા મળી રહી છે. તેણે સફેદ ટોપી પહેરી છે જે તેને ખૂબ શોભે છે.

આ પહેલા હિનાએ માલદીવ વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે. તેણે પોતાને સફેદ ધાબળાથી થોડું વીંટાળીને અને હાથમાં વાઇન પકડીને ફોટોશૂટ કરાવ્યું હતું.

આપને જણાવી દઈએ કે હિના ખાન માલદીવ વેકેશનથી ઘરે પરત આવી છે અને આ દિવસોમાં તે તેની એક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

હિના ખાનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં રિયાલિટી શો બિગ બોસ 14 માં જોવા મળી હતી. તેણે ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લા સાથે સિનિયર તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો.

જોકે, બિગ બોસના ઘરે બે અઠવાડિયા રોકા્યા બાદ તે બહાર નીકળી ગઈ હતી. ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી અભિનેત્રીએ મજબૂત ઓળખ બનાવી હતી.

આ પછી તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 13’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. તેને દરેક શોમાં સારી રીતે પસંદ કરવામાં આવી હતી.

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ
સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ
તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
