Ahmedabad News/ ચિલોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

જેથી ફરિયાદી અને તેમના વકીલ મિત્ર આરોપી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને મળતાં ફરિયાદીના પતિનું પ્રોહિબિશનના ગુનામાંથી કાઢી નાખવાના બદલામાં આરોપીએ સૌ પ્રથમ રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: લાંચ (Bribe) કામના ફરિયાદીના પતિનું નામ ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ખુલેલ હોઈ ગઇ  2 જૂન 2025ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ફરિયાદીના ઘરે તેમના પતિને પકડવા માટે ગયેલ હતા અને તેમને વોન્ટેડ બતાવેલ હોવાનું જણાવી પોલીસ સ્ટેશન હાજર કરાવી લેવા જણાવેલ હતું. જેથી ફરીયાદી તેમના વકીલ મિત્ર સાથે ચિલોડા પોલીસ સ્ટેશન જઈ પ્રોહિબિશનના ગુનાની તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ રબારીને મળીને ફરિયાદીનાં પતિનું નામ ખોટી રીતે ખોલેલ હોવા અંગે વાતચીત કરી ફરિયાદીને ખોટી રીતે હેરાન પરેશાન ન કરવા વિનંતી કરતાં જમાદાર વિષ્ણુભાઇ રબારીએ આરોપી યુવરાજસિંહને મળી લેવા માટે જણાવેલ હતુ.

જેથી ફરિયાદી અને તેમના વકીલ મિત્ર આરોપી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને મળતાં ફરિયાદીના પતિનું પ્રોહિબિશનના ગુનામાંથી કાઢી નાખવાના બદલામાં આરોપીએ સૌ પ્રથમ રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરેલ અને ફરિયાદી સાથે રકઝકના અંતે 1 લાખ 10 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  પરંતુ ફરિયાદી લાંચના નાંણા આપવા માંગતા ન હોઈ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચના નાણાં માંગી સ્વીકારતાં રંગે હાથ પકડી પાડવામાં આવ્યો છે.

એસ.એન.બારોટ, પી.આઈ., ડી.બી.મહેતા, પી.આઈ., સુપરવિઝન અધિકારી – એસ.એન.બારોટ, ઈ.ચા.મ.નિ.એ.સી.બી.એ છટકું ગોઠવી અનાર્મ પોલીસ કોન્સટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.