સુરત માં તસ્કરો નો તરખાટ, ઓલપાડ ના ટકારમા ગામે ATM માં ચોરી,તસ્કરો ATM તોડી લાખો રૂપિયા ની ચોરી કરી થયાં ફરાર,ચોરી ની સમગ્ર ઘટના CCTV કેમેરા માં થઈ કેદ,કીમ પોલીસ ઘટના સ્થળે,પોલીસે CCTV ફૂટેજ તેમજ ડોગ સ્ક્વોડ ની મદદ લઇ આરોપી ને પકડવા ચક્રોગતિમાન કર્યા.
સુરત ના ઓલપાડ માં તસ્કરો બેફાર્મ બન્યા છે, ટકારમા ગામે આવેલા સુરત ડિસ્ટ્રીકટ કો બેન્ક ના એટીએમ ને તસ્કરોએ નિશાન બનાવ્યું છે,તસ્કરો એ બેન્ક ના એટીએમ ને નિશાન બનાવી અંદાજીત ૭ લાખ ૪૪ હજાર 100 રૂપિયા રોકડ ની ચોરી કરી ફરાર થયાં છે.ચોરી ની આખી ઘટના ગત રાત્રી ના સમયે બનવા પામી છે,તસ્કરો ને જાણે પોલીસ નો કોઈ ખોફ જ ન હોઈ તેમ ઠંડા કલેજે આખી ચોરી ની ઘટના ને અંજામ આપવામાં આવ્યો,તસ્કરો એ ડિસ્ટ્રીકટ બેન્ક ના એટીએમ મશીન ને આખું સેન્ટર માંથી બહાર કાઢ્યું, બાદ માં મશીન ને આંખે આખુ તોડી ને એટીએમ મશીન માંથી લાખો રૂપિયા ની રોકડ ની ચોરી કરવામાં આવી.
એટીએમ મશીન ના કેટલાક સાધનો ૫૦ મિટર દૂર થી મળી આવ્યા છે ત્યારે તસ્કરો ની આખેઆખી કરતૂત એટીએમ માં લગાવેલા સીસીટીવી કેમેરા માં કેદ થઈ છે, સીસીટીવી કેમેરામાં ત્રણ જેટલા બુકાનીધારી તસ્કરો કેદ થયાં છે, બે તસ્કરો લોખંડ ના સાધન વડે એટીએમ મશીન ને તોડી રહ્યા છે અને એક શખ્સ એટીએમ ની બહાર રેકી કરી રહ્યો છે બાદ માં તસ્કરો આખા મશીન ને સેન્ટર માંથી બહાર લઈ જાય છે અને બાજુમાં જ આવેલ એક છાપરા ની બહાર જ એટીએમ મશીન ને તોડવા મથામણ કરે છે તસ્કરો ની આંખે આખી કરતૂટ સીસીટીવી કેમેરા માં કેદ થઈ છે. એટીએમ મશીન ને બહાર લઈ જઈ રૂપિયાની ટ્રે બહાર કાઢી ટ્રે લઈને ને નજીક આવેલ નહેર ના રસ્તા ઉપર લઈ જઈ ટ્રે તોડી રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠયા છે કારણ કે એટીએમ સુરત – હાંસોટ જતા મેઈન રોડ પર આવેલ છે અને અશખ્ય વાહનો પસાર થાય છે પરંતુ મેઈન રોડ પરથી જ તસ્કરો એટીએમ તોડી રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા.
સમગ્ર ઘટના ને લઈ કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,પોલીસ ને એટીએમ સેન્ટર ના થોડે દુર થી એટીએમ મશીન ના કેટલાક સાધનો મળી આવ્યા છે ત્યારે પોલીસે એટીએમ મશીન ના સાધનો કબજે કર્યા છે સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે ત્યારે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરો ને પકડવા ચક્રોગતિમાન કર્યા છે હાલ તો તસ્કરો લાખો રૂપિયા ની ચોરી કરી પલાયન થયાં છે ત્યારે આરોપીઓ ને પકડવા પોલીસે ડોગ સ્કવોર્ડ તેમજ એફ એસ એલ ની મદદ લીધી છે હવે જોવાનું એ રહ્યું કે ઠંડા કલેજે લાખો રૂપિયા ની ચોરી કરનાર તસ્કરો ને પોલીસ ક્યારે જેલ હવાલે કરે છે.
નિર્મલ પટેલ, સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
