Not Set/ મહાબલીપુરમ બીચ પર કચરો સાફ કરતા જોવા મળ્યા PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે તમિલનાડુનાં મહાબલીપુરમ બીચ પર મોર્નિંગ વોક કરતા અને કસરત કરતા જોવા મળ્યા હતા. એક્સરસાઇઝ કર્યા બાદ તે બીચ પર પ્લોગિંગ કરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે પ્લોગિંગ એ એક પ્રક્રિયા છે જેમાં જોગિંગ કરતી વખતે કચરાને ખસેડવામાં આવે છે. ‘પ્લોગિંગ’ એક એવી ચીજ છે, જેમાં દોડતી વખતે […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે તમિલનાડુનાં મહાબલીપુરમ બીચ પર મોર્નિંગ વોક કરતા અને કસરત કરતા જોવા મળ્યા હતા. એક્સરસાઇઝ કર્યા બાદ તે બીચ પર પ્લોગિંગ કરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે પ્લોગિંગ એ એક પ્રક્રિયા છે જેમાં જોગિંગ કરતી વખતે કચરાને ખસેડવામાં આવે છે. ‘પ્લોગિંગ’ એક એવી ચીજ છે, જેમાં દોડતી વખતે કચરો ઉઠાવવામાં આવે છે. આ દોડનાર વ્યક્તિનાં સ્વાસ્થ્ય અને આસપાસનાં વાતાવરણ બંનેને સુધારે છે.

અહીં, ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબાલીપુરમનાં પ્રવાસ માટે સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા એટલા સ્તરની હતી કે પોલીસ પાસે રાષ્ટ્રપતિની હોટલથી ચેન્નઈ એરપોર્ટ સુધીની બધે 3ડી વિઝ્યુઅલ માહિતી હતી. માર્ગમાં આવતા ખડકો વિશેની સંપૂર્ણ માહિતી પણ સુરક્ષા ટીમ પાસે ઉપલબ્ધ હતી. અન્ના યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને 4 ડ્રોન દ્વારા 50 કિ.મી. નાં માર્ગ પર નજર રાખવામાં આવી હતી.

Image result for pm modi in mahabalipuram beach

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિની અનૌપચારિક શિખર બેઠક વચ્ચે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચેની બેઠક અંગે તંજ કસતા કોંગ્રેસે કહ્યું કે, મોદીજીએ ચીન સામે-56 ઇંચની છાતી બતાવવી જોઈએ અને તેમની આંખોમાં આંખો નાખતા વાત કરવી જોઈએ. ચીનને પૂછો, ચીન ડોકલામથી ક્યારે હટી રહ્યુ છે? પક્ષનાં પ્રવક્તા ગૌરવ વલ્લભે કટાક્ષથી કહ્યું કે, વડા પ્રધાન મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિને સ્પષ્ટ કરવું જોઈએ કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ સૂચન ન હોવું જોઈએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.