કલ્કી આશ્રમના સંચાલક અને પોતાને ‘કલ્કી ભગવાન’ ગણાવતાં ગણાવે છે, તેના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા છે. અધિકારીઓના મતે 500 કરોડથી વધુનું કાળુ નાણું બહાર આવ્યું છે. 16 ઓક્ટોબરના રોજ, આવકવેરા વિભાગે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ‘કલ્કી ભગવાન’ ના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગને બાતમી મળી હતી કે આ સંસ્થા તેની કમાણી છુપાવી રહી છે. આ પછી, આવકવેરા વિભાગે આ સંસ્થાના 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગે 18 કરોડના યુએસ ડોલર, 88 કિલો સોનાના ઝવેરાત (26 કરોડ રૂપિયા), 1271 કેરેટ ડાયમંડ (5 કરોડ રૂપિયાની કિંમત) કબજે કર્યા છે. દરોડામાં બહાર આવ્યું છે કે આધ્યાત્મિકતા અને દર્શન, ટ્રેનીંગ પ્રોગ્રામ, અને અભ્યાસક્રમો ચલાવનારી આ સંસ્થાએ વિદેશમાં પણ રોકાણ કર્યું છે. આ સિવાય આ સંસ્થાએ આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં પણ જમીન ખરીદી છે.
આ સંસ્થામાં જોડાવા માટે ઘણા વિદેશી લોકો પણ શામેલ છે. તેની ઘણી સંસ્થાઓ ચીન, યુએસએ, સિંગાપોર અને યુએઈમાં પણ છે. તેઓ ભારતમાં યોજાનારા સુખાકારીના અભ્યાસક્રમો માટે વિદેશથી પણ પૈસા મેળવે છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે આ આશ્રમના ખાતાઓમાં અનિયમિતતા છે, અને લખલૂટ સંપત્તિ પણ છે.
સ્વયંભૂ ‘કલ્કી ભગવાન’ નું અસલી નામ વિજય કુમાર (70) છે. વિજય કુમારે પોતાને ભગવાન વિષ્ણુનો 10 મો અવતાર ‘કલ્કી’ ગણાવ્યો છે. 1980 માં, તેમણે જીવાશ્રમ નામની એક સંસ્થાની રચના કરી. આધ્યાત્મિકતાના નામે શરૂ થયેલું આ જૂથ હવે દેશ-વિદેશમાં સ્થાવર મિલકત, બાંધકામ, રમતગમત વગેરેમાં રોકાણ કરે છે. હાલમાં આ આશ્રમ વિજય કુમાર (કલ્કી ભગવાન), તેની પત્ની અને તેમના પુત્ર એન.કે.વી. કૃષ્ણા ચલાવે છે. વિજય કુમાર આ પહેલા એલઆઈસીમાં કારકુન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
