Not Set/ ભરૂચ: NCB એ ઝડપ્યો 1.2 કરોડનો 600 કિલો ગાંજો, બેની અટકાયત

ભરૂચ, 6 જુન 2018.   સમાચાર મળી રહ્યા છે કે ભરૂચમાંથી એનસીબી એ બાતમીનાં આધારે 600 કિલો ગાંજો ઝડપ્યો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ ગાંજાની અસલી કિંમત 1.2 કરોડ હોય  શકે છે. આ ગાંજો ભરૂચની નર્મદા ચોકડી પાસેથી સંદિગ્ધ ગાડી રોકી ઝડપવામાં આવ્યો છે. આ કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે […]

Top Stories Gujarat

ભરૂચ,

6 જુન 2018.

 

સમાચાર મળી રહ્યા છે કે ભરૂચમાંથી એનસીબી એ બાતમીનાં આધારે 600 કિલો ગાંજો ઝડપ્યો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ ગાંજાની અસલી કિંમત 1.2 કરોડ હોય  શકે છે. આ ગાંજો ભરૂચની નર્મદા ચોકડી પાસેથી સંદિગ્ધ ગાડી રોકી ઝડપવામાં આવ્યો છે. આ કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં ડ્રાઈવર અને ગાડીના ક્લીનર શામેલ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એનસીબી ને બાતમી મળી હતી કે શનિવારના રોજ ગાંજાથી ભરેલો ટ્રક નર્મદા ચોકડી પાસેથી નીકળવાનો છે. જેના કારણે એનસીબી એ સ્ટાફનાં માણસો ગોઠવી આ જગ્યા પર ચાંપતી નજર રાખી હતી.

આ મુદ્દા પર પોલીસે લોકોની પૂછપરછ ચાલુ કરી છે તથા વધારે તપાસ હાથ ધરી છે.