Not Set/ રાજકોટમાં કેરેબિયન ટીમને ધ્વસ્ત કરવાની સાથે જ વિરાટ બ્રિગેડે હાંસલ કરી આ ખાસ ઉપલબ્ધિ

રાજકોટ, રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવી ઈતિહાસ રચી લીધો છે. ભારત દ્વારા પ્રથમ ઇનિંગ્સ ઉભા કરવામાં આવેલા ૬૪૯ રનના પહાડ જેવા ટાર્ગેટની સામે કેરેબિયન ટીમ બે ઇનિંગ્સમાં અનુક્રમે ૧૮૧ રન અને ૧૯૬ રન જ બનાવી શકી હતી અને ભારતે ઇનિંગ્સ અને ૨૭૨ રને શાનદાર વિજય […]

Trending Sports

રાજકોટ,

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવી ઈતિહાસ રચી લીધો છે.

ભારત દ્વારા પ્રથમ ઇનિંગ્સ ઉભા કરવામાં આવેલા ૬૪૯ રનના પહાડ જેવા ટાર્ગેટની સામે કેરેબિયન ટીમ બે ઇનિંગ્સમાં અનુક્રમે ૧૮૧ રન અને ૧૯૬ રન જ બનાવી શકી હતી અને ભારતે ઇનિંગ્સ અને ૨૭૨ રને શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત હાંસલ કરી છે.

આ પહેલા ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર ૧ ટીમ ભારતે જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામે એક ઇનિંગ્સ અને ૨૬૨ રને જીત મેળવી હતી, જયારે શ્રીલંકા સામે વર્ષ ૨૦૧૭માં ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત હાંસલ કરી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સૌથી મોટી પાંચ જીત :

૧. વેસ્ટઇન્ડિઝ : એક ઇનિંગ્સ અને ૨૭૨ રનથી વિજય (રાજકોટ, ૨૦૧૮)

૨. અફઘાનિસ્તાન : એક ઇનિંગ્સ અને ૨૬૨ રનથી જીત (બેંગલુરુ, ૨૦૧૮)

૩. શ્રીલંકા : એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી વિજય (નાગપુર, ૨૦૧૭)

૪. બાંગ્લાદેશ : એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી જીત (ઢાકા, ૨૦૦૭)

૫. ઓસ્ટ્રેલિયા : એક ઇનિંગ્સ અને ૨૧૯ રનથી વિજય (કોલક્ત્તા, ૧૯૯૮)