Bangladesh News: બાંગ્લાદેશમાં 35 વર્ષ બાદ સ્પર્ધાત્મક રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ હતી. ગુરુવારે યોજાયેલા મતદાન બાદ મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીરને દેશના નવા અને 23મા રાષ્ટ્રપતિ તરીકે (Bangladesh New President) વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમને કુલ 255 મત મળ્યા હતા, જ્યારે 11 પક્ષોના ગઠબંધનના ઉમેદવાર ઓલી અહમદને 88 મત મળ્યા હતા.
255 મત સાથે મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીરની જીત
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ગુરુવારે બપોરે 2 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંસદોએ બેલેટ પેપર દ્વારા પોતાના મત આપ્યા હતા. સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીરને વિજેતા જાહેર કર્યા હતા. ચૂંટણીમાં મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીરને (Mirza Fakhrul Islam Alamgir) 255 મત મળ્યા, જ્યારે ઓલી અહમદને 88 મત મળ્યા હતા.
Bangladesh New President: 35 વર્ષ બાદ બાંગ્લાદેશમાં સ્પર્ધાત્મક રાષ્ટ્રપતિ ચૂંટણી
બાંગ્લાદેશમાં લાંબા સમય બાદ રાષ્ટ્રપતિ પદ માટે સ્પર્ધાત્મક ચૂંટણી યોજાઈ (Bangladesh Election) છે. ગુરુવારે યોજાયેલી આ ચૂંટણીને દેશની લોકશાહી પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા ગૃહમંત્રી સલાઉદ્દીન અહમદે પણ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ બંધારણીય પ્રક્રિયા હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી સ્પર્ધાત્મક રીતે યોજાઈ રહી છે.
21 ઓગસ્ટે શપથ લેશે નવા રાષ્ટ્રપતિ
ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મિર્ઝા ફખરૂલ ઈસ્લામ આલમગીર 21 ઓગસ્ટ 2026ના રોજ બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. નવા રાષ્ટ્રપતિની પસંદગી સાથે બાંગ્લાદેશની રાજકીય વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે.
સંસદમાં કોની કેટલી તાકાત?
13મી નેશનલ પાર્લામેન્ટમાં કુલ 349 સભ્યો છે. તેમાં BNP પાસે 247 સભ્યો છે, જ્યારે જમાતના નેતૃત્વવાળા 11 પક્ષોના ગઠબંધન પાસે 90 સભ્યો છે. આ ઉપરાંત 12 સાંસદો બંને મોટા રાજકીય જૂથોથી અલગ છે. તેમાં BNPના સહયોગી પક્ષોના ત્રણ, ઈસ્લામી મૂવમેન્ટ બાંગ્લાદેશના એક અને આઠ અપક્ષ સાંસદોનો સમાવેશ થાય છે.
12 સાંસદોના મત પણ બન્યા મહત્વપૂર્ણ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને મોટા રાજકીય (President Election Bangladesh) જૂથોથી અલગ રહેલા 12 સાંસદોના મતને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા હતા. ફખરૂલ ઈસ્લામને જો BNP સિવાયના સાંસદોનું પણ સમર્થન મળ્યું હોય તો તેને તેમની રાજકીય સ્વીકૃતિ વધવાના સંકેત તરીકે જોવામાં આવી શકે છે. બીજી તરફ, ઓલી અહમદને ગઠબંધનની બહારના સાંસદોનું સમર્થન મળ્યું હોય તો તે પણ વિપક્ષની રાજકીય પકડનો સંકેત માનવામાં આવી શકે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં શાકિબ અલ હસનના મગુરા સ્થિત ઘરને બનાવ્યું નિશાન, પેટ્રોલ બોમ્બ ફેંક્યા
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં પિતાએ ચાલતી ટ્રેન નીચે કૂદીને 2 વર્ષના દીકરાને બચાવ્યો, રુંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ખસરાનો કહેર, 100 થી વધુ બાળકોના મોત, શું ભારતે પણ સાવધ રહેવાની જરૂર છે?
