દમાસ્ક,
આખરે અમેરિકાએ સીરીયા પર હુમલો બોલી દીધો છે. અમેરિકાએ સીરીયાની રાજધાની દમાસ્કમાં હવાઇ હુમલા કર્યા હતા.અમેરિકાએ સીરીયાના બીજા વિસ્તારો પર પણ શનિવારે મીસાઇલથી હુમલા કર્યા હતા.અમેરિકાના આ હુમલામાં બ્રિટન અને ફ્રાન્સ પણ જોડાયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે, અમેરિકાએ સીરિયા વિરુદ્ધ યુદ્ધ શરુ કરી દીધું છે અને બ્રિટેન તેમજ ફ્રાન્સ પણ તેમાં શામેલ છે.
આ હુમલા પછી અમેરિકાએ સીધી ચેલેન્જ રશિયાને આપી છે.
થોડા સમય પહેલાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેમાં 60થી વધારે લોકોનાં મોત થયા હતા. અમેરિકા તરફથી તે જ સમયે સીરિયા વિરુદ્ધ કડક વલણ અપનાવવાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ટ્રંપે પોતાના સંબોધનમાં પણ કહ્યું કે રસાયણિક હથિયારોના ઉપયોગને કારણે જ અમેરિકાએ સીરિયા પર જવાબી કાર્યવાહી કરી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં રશિયાને સીધી ચીમકી આપતી ટ્વીટ કરતાં જણાંવ્યું હતું કે સ્માર્ટ મિસાઇલ માટે તૈયાર રહો.
— Donald J. Trump (@realDonaldTrump) April 14, 2018
મીડીયાના રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ લગભગ 100 જેટલા મિસાઇલોનો મારો સીરીયા પર કર્યો હતો.
