Ahmedabad News/ અમદાવાદમાં પાર્સલ પેઢીમાંથી રૂ. 45.29 લાખની ચોરી, બે સગા ભાઈઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા

Kalupur Theft: અમદાવાદના કાલુપુરમાં પાર્સલ સર્વિસ પેઢીમાંથી રૂ. 45.29 લાખની ચોરીના કેસમાં બે સગા ભાઈઓ આગ્રાથી ઝડપાયા. પોલીસે રૂ. 3.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

Top Stories Ahmedabad Gujarat
Kalupur Theft: રૂ. 45.29 લાખની ચોરી, બે સગા ભાઈઓ ઝડપાયા

Ahmedabad News: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલી પાર્સલ સર્વિસ પેઢીમાંથી રૂ. 45.29 લાખની રોકડ ચોરીના કેસમાં પોલીસે બે સગા ભાઈઓ (Kalupur Theft)ની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ પેઢીમાં જ નોકરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી રૂ. 3.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાકીની રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Kalupur Theft: 7 સપ્ટેમ્બરે પેઢીમાંથી રોકડ ગાયબ થઈ

મળતી માહિતી મુજબ, કાલુપુર રેલવે સ્ટેશન સામે આવેલા લોઢાવાળા ચેમ્બર્સની દુકાન નંબર 5 અને 9માં આવેલી ‘કે. મંગીલાલ પાર્સલ સર્વિસ’માં 7 સપ્ટેમ્બરના રોજ બપોરે લગભગ 3થી 4:45 વાગ્યાની વચ્ચે ચોરી (Ahmedabad Theft Case) થઈ હતી. પેઢીમાંથી કુલ રૂ. 45.29 લાખની રોકડ ગાયબ થઈ હતી.

આ અંગે મણિનગર વિસ્તારમાં રહેતા માધારામ લીચનરામ શર્માએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ચોરાયેલી રકમમાં ઓફિસના ટેબલના કમ્પાર્ટમેન્ટમાં રાખેલી રોકડ ઉપરાંત પંચકુવા વિસ્તારના એક વેપારી પાસેથી એકત્રિત કરાયેલા રૂ. 5 લાખનો પણ સમાવેશ થતો હતો.

પેઢીના જ બે કર્મચારીઓ પર ચોરીનો આરોપ

ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, યશવીર રામાવતાર પરમાર (ઉંમર 23 વર્ષ) અને દલવીર રામાવતાર પરમાર (ઉંમર 32 વર્ષ) આ કેસના આરોપીઓ છે. બંને સગા ભાઈઓ પેઢીમાં નોકરી કરતા હતા અને ઘટનાના દિવસે ડ્યૂટી પર હાજર હોવાનું જણાવાયું છે.

આગ્રામાંથી ધરપકડ, રૂ. 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત

ઝોન-3 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ટેક્નિકલ માહિતીના આધારે ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી હતી. 11 ઓક્ટોબરના રોજ આગ્રા (Agra Arrest) જિલ્લાના હસનપુરા ગામમાં દરોડો પાડીને બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે (Gujarat Police News) આરોપીઓ પાસેથી રૂ. 1.80 લાખ રોકડા (Cash Theft Case) અને રૂ. 1.52 લાખની કિંમતના ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હાલ પોલીસ ચોરી થયેલી બાકીની રકમ ક્યાં છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તે અંગે તપાસ કરી રહી છે. કેસમાં આગળની કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો: સુરતમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર કારખાનામાં જ ફસાયા, બહાર નીકળવાનો રસ્તો ભૂલતાં બારીમાંથી પાડી ‘બચાવો’ની બૂમો

આ પણ વાંચો: બોટાદ હીરા ચોરીનો ભેદ ઉકેલાયો; 43.11 લાખ રૂ.ના હીરા રિકવર, વેપારીએ નાયબ મુખ્યમંત્રીનો માન્ય આભાર

આ પણ વાંચો: બંગલામાં ચોરી કરવા ઘૂસ્યો કે ફસાઈ ગયો? સુરતના નાના વરાછામાં ગ્રીલમાં અટવાયેલા શખ્સને લોકોએ માર્યો