Corona/ કોરોનાએ માથું ઊંચકતા અમદાવાદમાં ત્રણ નવા કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત, આ 27 વિસ્તારોનો સમાવેશ

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે અને આજે મતગણતરી કરવામાં આવશે. તો બીજી તરફ લોકો ભૂલી ગયા છે કે, કોરોના આપણી વચ્ચે જ છે. લોકોની બેદરકારીના કારણે

Gujarat

ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે અને આજે મતગણતરી કરવામાં આવશે. તો બીજી તરફ લોકો ભૂલી ગયા છે કે, કોરોના આપણી વચ્ચે જ છે. લોકોની બેદરકારીના કારણે તંત્રએ ફરી કન્ટેઈનમેન્ટ જોનની યાદી જાહેર કરી છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારો સહિત 27 મકાનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી જાહેર કરાઈ છે. જો કે, આજના આંકડા પ્રમાણે અમદાવાદમાં નવા કેસની સંખ્યા 70 જ્યારે, ગ્રામ્ય લેવલે 2 કેસ નોંધાયા છે.પરંતુ પાડોશી રાજ્યોમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તેના કારણે રાજ્ય તંત્ર સાબદું થઇ ગયું છે.

EVM machines / મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા

Covid-19: Ahmedabad under 60-hour curfew starting November 20 - The Hindu  BusinessLine

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગઇકાલે એક દિવસમાં કોરોનાના 283 નવા કેસ નોંધાયા હતા. જોકે દેશના 6 રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ છેલ્લા એક દિવસમાં 6281 કેસ નોંધાયા છે. જે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત માટે ચિંતાની બાબત છે. તેવામાં હવે ડૉક્ટરો પણ ચેતવી રહ્યા છે.તેમ છતાં નજર હટુ દુર્ઘટના ઘટી એ બાબત લોકોએ પણ યાદ રાખવાની જરૂર છે.

IB / અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપની પેનલમાં પડશે ગાબડું : સ્ટેટ આઇબીનો સર્વે

Curfew to be imposed in Ahmedabad from 9 pm to 6 am as COVID-19 cases rise  | India News – India TV

ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો પર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે. તો સાથે રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.

મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

Ahmedabad: 26 New Micro-containment Zones Identified, Total Stand at 84 |  Check Contained Areas Here

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…