Surat News/ સુરતના ઉધનામાં અસમાજિક તત્વોનો આતંક: કુરિયર ગોડાઉનમાં આગચંપી, CCTVમાં ઘટના કેદ

સુરતમાં ફરી ભારે વરસાદ પડ્યો. ત્યારબાદ વરસાદી માહોલનો લાભ લઈને 5 થી 6 બદમાશો પોતાની નાપાક પ્રવૃત્તિઓ કરવા નીકળ્યા. ઉધનાના ભાઠે વિસ્તારમાં આવેલા કુરિયર ગોડાઉને ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું હતું.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું  છે. ઉધનામાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અસામાજિક તત્વોએ કુરિયર ગોદામમાં પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. ગોદામમાં લાગેલી આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. કુરિયર ગોદામમાં આગ લગાવવાની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. સમગ્ર મામલે પોલીસની ઢીલી નીતિને કારણે આરોપીઓ સાથે મિલીભગતની શંકા સેવાઈ રહી છે.

ગઈકાલે રાત્રે સુરતમાં ફરી ભારે વરસાદ પડ્યો. ત્યારબાદ વરસાદી માહોલનો લાભ લઈને 5 થી 6 બદમાશો પોતાની નાપાક પ્રવૃત્તિઓ કરવા નીકળ્યા. ઉધનાના ભાઠે વિસ્તારમાં આવેલા કુરિયર ગોડાઉને ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું હતું. બદમાશોએ કુરિયર ગોડાઉમાં પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજમાં જોવા મળે છે કે 21 જુલાઈની રાત્રે લગભગ 2.45 વાગ્યે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગોડાઉમાં પ્રવેશ્યા હતા.

આ લોકોએ બહારથી કુરિયર ગોડાઉનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. આમાંથી કેટલાક લોકોએ માસ્ક પહેરેલા હતા. જ્યારે કેટલાક લોકો મોડી રાત્રે નિર્ભયતાથી કુરિયર ગોડાઉમાં પ્રવેશ્યા. ગોડાઉમાં પ્રવેશ્યા પછી, તેઓએ એક જગ્યાએ માલ ભેગો કર્યો અને પછી તેના પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી. CCTV કેમેરામાં દેખાય છે કે આગ ઓલવતી વખતે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો અને બહાર દોડી ગયો. ગોડાઉમાં લાગેલી આગ નજીકના ઘરોમાં પણ ફેલાઈ ગઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં અજાણ્યા શખ્સે મર્સિડીઝને આગ ચાંપી દીધી, પરિવારે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, કાચ, બોનેટ એન્જિનને ભારે નુકશાન

આ પણ વાંચો:સુરતની હોસ્પિટલમાં આગની ઘટના, ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહી

આ પણ વાંચો:સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી, હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા