Mahisagar News/ મહિસાગરના સંતરામપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, અનેક ઘાયલ

સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો

Gujarat

Mahisagar News : ગુજરાતમાં અકસ્માતો અટકવાનું નામ લેતા નથી. અવારનવાર વિવિધ વિસ્તારોમાંઅકસ્માતને કારણે અનેક લોકોને જીવ ગુમાવવો પડે છે. આવા જ એક બનાવમાં મહિસાગરમા સંતરામપુર બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે તુફાન ગાડીમાં સવાર 14ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.અકસ્માતમાં તુફાન ગાડી ચૂરેચૂરા થઈ ગઈ છે.

અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરતા ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. તુફાન ગાડીમાં સવાર 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જો કે સંતરામપુરમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ ગઈકાલે પોરબંદરની ખાનગી સ્કૂલ બસનો અકસ્માત સર્જ્યો હતો.

મળતી માહિતી અનુસાર દેગામ નજીક બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારે અકસ્માત થતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હોમગાર્ડના જવાનોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. ચૂંટણીમાં ફરજા બજાવવા જતા હોમગાર્ડ જવાનો આખરે વિદ્યાર્થીઓની મદદ કરવા પહોંચ્યા હતા. સદનસીબે અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અન્ય બસ મારફતે વિદ્યાર્થીઓને ઘર પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાષ્ટ્રીય વિમાની દુર્ઘટનાના સમયમાં સિવિલ હોસ્પિટલ બન્યું આશાનું કમાન્ડ સેન્ટર

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળેલું ‘બ્લેક બોક્સ’ મોકલવામાં આવશે અમેરિકા, એક મોટી સમસ્યા

આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં