cyclone/ અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડું સક્રિય, તકેદારીનાં ભાગ રુપે તમામ બંદરો પર એલર્ટ

અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડુ સક્રિય થયુ હોવનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે ગતિ ગઇકાલ સાંજે 6 કલાકે 32 કિમીની ઝડપે આગળ વધી રહ્યું હતું.

Top Stories Gujarat Others Breaking News
  • અરબી સમુદ્રમાં વાવાઝોડાંની આગાહી
  • અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડું સક્રિય
  • દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં વાવાઝોડું સક્રિય
  • ગુજરાતના તમામ બંદરો પર લાગ્યા સિગ્નલ
  • ગુજરાતમાં અસર થવાની શક્યતા નહિવત્
  • માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની અપીલ

અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડુ સક્રિય થયુ હોવનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે ગતિ ગઇકાલ સાંજે 6 કલાકે 32 કિમીની ઝડપે આગળ વધી રહ્યું હતું. ગતિનાં કારણે સૌરાષ્ટ્રનાં જાફરાબાદ અને વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ અને વેરાવળ બંદર પર તકેદારીના ભાગરૂપે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી કરતી વખતે એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

ડિપ્રેશન ગતિનાં કારણે પવનની ગતિમાં થોડો વધારો થયો છે. જો કે હાલનાં તબક્કે અરબી સમુદ્રમાં ડિપ્રેશનની કોઇ અસર જોવા નથી મળી રહી. હા પવનની ગતિમાં વધારો થતા તકેદારીના ભાગરૂપે હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને માછીમારી કરતી વખતે ધ્યાન રાખવા અને જરૂર જણાય તો દરિયાકિનારે આવી જવા સુચના આપવામાં આવી છે. હાલ દરિયામાં સામાન્ય સ્વેલીંગની સ્થિતી જોવા મળી રહી છે. તેમ છતા પણ તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો નહી ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….