Ahmedabad News/ મેડિકલની મેસના પેસેન્જરને લેવા આવેલો રીક્ષાચાલક કાળનો કોળિયો બનતાં રહી ગયો

અમદાવાદમાં 12 જૂનના રોજ બપોરે 1-37 વાગ્યે, રિક્ષાચાલક ઓમપ્રકાશ પ્રજાપતિ, સિવિલ હોસ્પિટલ કેમ્પસના અતુલ્યમ ગેટ પર પોતાના મુસાફરને લેવા પહોંચ્યા, અને થોડીવાર પછી તેમણે ત્રણ ધડાકા સાંભળ્યા. પ્રજાપતિ પોતાનો જીવ બચાવવા દોડ્યા અને આ દરમિયાન સળગેલી વસ્તુ પડવાના લીધે તેમના બંને પગ ખાસ્સા દાઝી ગયા હતા.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં 12 જૂનના રોજ બપોરે 1-37 વાગ્યે, રિક્ષાચાલક ઓમપ્રકાશ પ્રજાપતિ, સિવિલ હોસ્પિટલ કેમ્પસના અતુલ્યમ ગેટ પર પોતાના મુસાફરને લેવા પહોંચ્યા, અને થોડીવાર પછી તેમણે ત્રણ ધડાકા સાંભળ્યા. પ્રજાપતિ પોતાનો જીવ બચાવવા દોડ્યા અને આ દરમિયાન સળગેલી વસ્તુ પડવાના લીધે તેમના બંને પગ ખાસ્સા દાઝી ગયા હતા.

“મને લાગે છે કે અસારવા રેલ્વે સ્ટેશન માટે રાઈડ બુક કરાવનારા ડોક્ટર હતા અને વિમાન દુર્ઘટના પછી તરત જ, રાઈડ રદ કરવામાં આવી હતી. કદાચ ડોકટરોએ રાઈડ રદ કરી હતી કારણ કે બહાર નીકળવું મુશ્કેલ હોત,” એમ પ્રજાપતિએ જણાવ્યું હતું.

“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જે ડોકટરોએ તેમની રાઈડ બુક કરાવી હતી તેઓ સુરક્ષિત રહે. મને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી, મેં તેમની સલામતી વિશે જાણવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના ફોન નંબર મળ્યા નહીં,” એમ તેમણે ઉમેર્યું હતું.

“હું ગેટમાંથી પ્રવેશવા જતો હતો ત્યારે, મેં ત્રણ કાન ફાડી નાખે તેવા ધડાકા સાંભળ્યા. મને પહેલી નજરે લાગ્યું કે તે કોઈ બોમ્બ વિસ્ફોટ હોઈ શકે છે. ટૂંક સમયમાં મને ખ્યાલ આવ્યો કે તે વિમાન દુર્ઘટના હતી. ડરનો માક્ હું મારી રિક્ષા અને મારો મોબાઇલ ફોન પણ છોડીને દોડ્યો,” એમ પ્રજાપતિએ જણાવ્યું હતું.

“હું વિસ્ફોટ સ્થળથી માત્ર 30 થી 50 મીટર દૂર હતો, અને વિસ્ફોટની ગરમી ખૂબ જ વધારે હતી. અંધાધૂંધીમાં, જ્યારે હું મારો જીવ બચાવવા દોડ્યો, ત્યારે મારા પગના તળિયા બળી ગયા. જો રાઈડ બે મિનિટ પહેલા બુક થઈ ગઈ હોત, તો હું કેમ્પસની અંદર હોત. આ વિચારથી મારા શરીરમાં ધ્રુજારી આવે છે,” એમ તેમણે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં વધી શકે છે મૃત્યુઆંક, પોલીસ કમિશનરે કહ્યું- ‘318 શરીરના અંગો મળ્યા’

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA થયા મેચ

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળેથી કેટલા તોલા સોનું અને રોકડ મળી આવી? પ્રત્યક્ષદર્શીએ શું….