અમદાવાદ/ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને ધ વોઇસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડ એનાયત

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) નો ‘વોઈસ ઓફ કસ્ટમર્સ’ એવોર્ડ અમદાવાદ ઉપરાંત મુંબઈ, લખનૌ, જયપુર, મેંગ્લોર, તિરૂઅનંતપુરમ અને ગૌહત્તિ એરપોર્ટને પણ આપવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉચ્ચ ગુણવત્તાની ગ્રાહક સેવા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઇ) દ્વારા ‘ધ વોઈસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડથી નવાજવામાં  આવ્યું  છે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉચ્ચ ગુણવત્તાની ગ્રાહક સેવા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઇ) દ્વારા ‘ધ વોઈસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડથી નવાજવામાં  આવ્યું  છે,  તમામ હિતધારકો અને કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓને અનુકૂળ ગ્રાહક સેવા પૂૂરી પાડવા કરવામાં આવેલા સંયુક્ત પ્રયાસોને સ્વીકૃતી આપીને.બિરદાવવામાં આવ્યા છે. ગત ૨૦૨૧માં ગ્રાહક સેવાઓની જરુરિયાત તેમજ શ્રેષ્ઠ શ્રેણીમાં પ્રવાસ કરતી મુસાફર જનતાના પ્રવાસના અનુભવો પરત્વે સ્વતંત્ર એજન્સી દૃ્વારા મેળવવામાં આવેલા પ્રતિસાદના આધારે એરપોર્ટને ઉત્તરોત્તર પોતાની સેવાઓમાં સુધારા માટે કરવામાં આવેલા અવિરત પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

૨૦૨૦માં શરુ થયેલ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા માન્યતા પ્રાપ્ત એવા એરપોર્ટેે પ્રવાસીઓની સેવાઓને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી વિશેષરુપે ૨૦૨૧ના કોવિડ-૧૯ની મહામારીના સમય દરમિયાન વિમાની પ્રવાસીઓને શ્રેષ્ઠત્તમ સગવડતાઓ પૂરી પાડવા તેમજ મુસાફરોની રજૂઆતો ઉપર સવિશેષ ધ્યાન આપવા તંત્રવાહકો દ્વારા કરવામાં આવતા સતત પ્રયાસોને સ્વીકાર્યા છે.

આ અંગે એરપોર્ટ ઓથોરીટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે પેસેન્જરોનો પ્રતિભાવ સાંભળી અને તુરત જ તેને હલ કરવાની કામગીરી કરીએ છીએ. SVPI એરપોર્ટની ટીમ પેસેન્જરો સુધી પહોંચીને તેમનો પ્રતિભાવ સમજવા બહેતર પ્રયાસ કરે છે કે જેથી પેસેન્જરના સુખદ અનુભવમાં વૃધ્ધિ થાય તે રીતે કામ કરી શકાય. છેલ્લા એક વર્ષ દરમ્યાન અમને મળેલી 2,871 જેટલી ફરિયાદો, પ્રતિભાવ, પૂછપરછ, સૂચન/ ફીડબેક  અને તેને હલ કરવા માટે કરેલી કામગીરીની  કદર થઈ છે.

ડેડીકેટેડ રિક્ષા ડ્રોપ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ પોઈન્ટ શરૂ કરાયા પછી તુરત જ બેગ ટ્રોલીની જરૂરિયાત અંગે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું અને તે પોઈન્ટ ઉપર ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલેથી જ અટકવામાં આવ્યું ન હતું. હવે સરળતાથી પ્રાપ્ત થાય તેવી નવી  લગેજ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને તુરત જ ગ્રાહકોના અનુભવમાં વૃધ્ધિ થાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં પેસેન્જરનો ફીડબેક પ્રાપ્ત થાય તે માટે QR code ની વ્યવસ્થા કરી છે અને તેને પેસેન્જર ટચ પોઈન્ટસ ઉપર મૂકવામાં આવેલ છે.

કોવિડ ગાઈડલાઈન મુજબ જે પેસેન્જર ફેસ માસ્ક ભૂલી ગયા હોય કે જેમનાં ફેસ માસ્ક ખોવાઈ ગયાં હોય તેવા પેસેન્જરો માટે એરપોર્ટ દ્વારા  વિનામૂલ્યે કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટીવ મારફતે  ટર્મિનલની અંદર ફ્રી ફેસમાસ્ક ઉપલબ્ધ કર્યા છે.

સક્રિય ગ્રાહકલક્ષી પ્રયાસોઃ

ગ્રાહકોનો પ્રતિભાવ અને પૂછપરછ હાંસલ કરવા માટે એક કદમ આગળ વધીને  SVPI એરપોર્ટની ટીમે કેટલાક પ્રયાસો સક્રિયપણે હાથ ધર્યા છે અને પેસેન્જરોના પ્રવાસ અનુભવમાં વૃધ્ધિ કરવામાં આવી છે. અગાઉ અસંગઠીત રીત કામ કરતા યુનિયનો સાથે પરામર્શ કરીને એક પ્રિ-પેઈડ ટેક્સી કાઉન્ટર એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવ્યું છે. પેસેન્જરોને બહેતર અનુભવ પ્રાપ્ત થાય તે માટે તેને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેંકડો

ટર્મિનલ બિલ્ડીંગમાં હવે બમણી રિટેઈલ અને ફૂડ એન્ડ બેવરેજીસ શોપ્સ શરૂ થઈ છે અને પેસેન્જરોને બહેતર પસંદગી અને સ્પર્ધાત્મક ભાવે વિવિધ ચીજો મળી રહે છે. જે પેસેન્જર બ્રાન્ડ કોન્સિયસ છે તેમના માટે ઈન્ટરનેશનલ બ્રાન્ડ શોપ ધરાવતી ભવ્ય લોન્જ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ કરીને પ્રવાસ કરતા હોય તે સમયના અનુભવમાં વૃધ્ધિ કરવામાં આવી છે.

સમગ્ર મહામારીના ગાળા દરમ્યાન SVPI એરપોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ધોરણો અને પ્રોટોકોલ અનુસાર પેસેન્જરોના આરોગ્ય અને સલામતીને અગ્રતા આપી છે. ગ્રાહકોને 100 ટકા સંતોષ મળી રહે તે માટે SVPI એરપોર્ટે વિતેલા વર્ષમાં પેસેન્જરલક્ષી વિવિધ પ્રયાસો હાથ ધરીને મહામારી દરમ્યાન સલામત અને સુગમતાની ખાત્રી થાય તેવા અસરકારક પ્રયાસો હાથ ધરીને દર ત્રણ મહિને સર્વેક્ષણ માટે ફીડબેક મેળવવામાં આવ્યો છે.

પેસેન્જર જાતે ચેક-ઈન કરીને બેગેજ ટેગ જનરેટ કરી શકે તે માટે કોમન યુઝ્ડ સેલ્ફ-સર્વિસ (CUSS) ટોર્ચલેસ ફીચર્સ, સેલ્ફ બેગેજ ડ્રોપ (SBD) કાઉન્ટર્સ અને ગ્રાહકો પોતાનો બોર્ડીંગ પાસ સ્કેન કરીને સિક્યોરિટી ચેક તરફ આગળ વધે તે માટે ઈ-ગેટસ સ્થાપિત કરવામાં આવ્યા છે. બંને ટર્મિનલ ખાતે બેઠક વિસ્તારની પુનઃગોઠવણ કરવામાં આવી છે કે જેથી સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે આ ઉપરાંત  પ્લેક્સી-ગ્લાસ મૂકવામાં આવ્યા છે કે જેથી આમને-સામને ઓછી ચર્ચા થાય. પેસેન્જરો માટે આ પ્રકારના પ્રયાસો હાથ ધરીને સલામત ટ્રાન્ઝીટની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત એરપોર્ટે પેસેન્જરોના સિંગલ  પ્લેનલોડના ટેસ્ટીંગ માટે એક સાથે વધારાના 120 મશીન મૂક્યા છે, કે જેથી એરપોર્ટ ખાતે ઝડપી અને અવરોધમુક્ત ટેસ્ટીંગ હાથ ધરી શકાય.

SVPI એરપોર્ટે નવી ટેકનોલોજી અને ઈનોવેશન અપનાવવામાં મોખરે છે અને તેમની સામેના પડકારોનો દ્રઢતાથી સમગ્રલક્ષી ઉપાય શોધીને પેસેન્જરોની સુગમતાને દરેક પ્રયાસમાં કેન્દ્ર સ્થાને રાખે છે. આ એરપોર્ટને ACI in 2021નું ‘વોઈસ ઓફ કસ્ટમર્સ’ નું બહુમાન પ્રાપ્ત થયું છે.

અદ્યતન માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજીકલ ઈનોવેશનમાં સતત સુધારો કરીને પેસેન્જરોની બહેતર સુવિધા માટે આગળ ધપતા રહીને SVPI એરપોર્ટ તમામ પેસેન્જરોની આરામદાયક સગવડ માટે તથા સફળ પ્રવાસ માટેની સતત સુવિધાઓ પૂરી પાડતું રહયું છે.

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) નો ‘વોઈસ ઓફ કસ્ટમર્સ’ એવોર્ડ અમદાવાદ ઉપરાંત મુંબઈ, લખનૌ, જયપુર, મેંગ્લોર, તિરૂઅનંતપુરમ અને ગૌહત્તિ એરપોર્ટને પણ આપવામાં આવ્યો છે. આ તમામ એરપોર્ટસ અમારા પેસેન્જરોના આરોગ્ય, સલામતી, અને સગવડ માટે સર્વિસનો હંમેશા અપવાદરૂપ અનુભવ પૂરો પાડી રહયા છે.

Monkey Fever / ઓમિક્રોનમાં વધુ એક વાયરસનો હુમલો, હવે ‘મંકી ફીવર’ માણસોને ચેપ લગાવી રહ્યો છે, જાણો લક્ષણો

National / કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉત્તરાખંડ શહીદોના કેલેન્ડરનું વિમોચન, પૂર્વ CDS બિપિન રાવતને કર્યું સમર્પિત