World News/ પહેલા નકારી, પછી સ્વીકારી વિદેશી મદદ, વિદેશી મદદને લઈ નેપાળના દ્રષ્ટિકોણ સામે અનેક સવાલ

26 ઓગસ્ટના રોજ નેપાળમાં આવેલા પૂરે તેની આપત્તિ વ્યવસ્થાપન ((Disaster Management))નીતિ પર ઉભા કર્યા પ્રશ્નો, સરકારે અગાઉ વિદેશી સહાયનો કર્યો હતો અસ્વીકાર.

World Breaking News
Disaster Management

World News :  નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ આપદા વ્યવસ્થાપન (Disaster Management) નીતિ પર સવાલો ઉઠી રહ્યા છે. નેપાળ સરકારે શરૂઆતમાં વિદેશી શોધ અને બચાવ ટીમોની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પરિસ્થિતિની ગંભીરતા અને જાનહાનિ સામે આવ્યા બાદ 28 ઓગસ્ટે વિદેશી નિષ્ણાતોની મદદ સ્વીકારવામાં આવી.

Disaster Management મુદ્દે નેપાળ સરકાર સામે સવાલ

ભારત સહિત પડોશી દેશોએ શરૂઆતથી જ બચાવ સહાયની ઓફર કરી હોવા છતાં મદદ સ્વીકારવામાં થયેલા વિલંબને લઈને નેપાળમાં ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવી આપદા દરમિયાન રાજકીય અને કૂટનીતિક વિચારણાથી વધુ મહત્વ નાગરિકોના જીવ બચાવવાનું હોવું જોઈએ.

નેપાળી મીડિયા અનુસાર, રસુવા હાઇડ્રો પ્રોજેક્ટના કર્મચારીઓએ ઓળખ છુપાવીને મોકલેલા પત્રોમાં બચાવ કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે એક સ્થળે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ બીજા સ્થળે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તેમના મતે જરૂરી સ્થળોએ એકસાથે બચાવ અભિયાન ચલાવવામાં આવે તો વધુ લોકો સુધી ઝડપથી મદદ પહોંચી શકે.

રેસ્ક્યૂ ઓપરેશનમાં સંકલનના અભાવનો આક્ષેપ

પૂરથી ઘર અને દુકાન ગુમાવનાર ધાદિંગના ચોક બહાદુર દહાલે પણ રાહત કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, ઘરોમાં ભરાયેલો કાટમાળ દૂર કરવા માટે ટેક્નિકલ સાધનો અને વધારાના સંસાધનોની જરૂર છે.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર ડૉ. પ્રેમ શર્માના મતે સરકારના ત્રણેય સ્તરો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આપદા સમયે દરેક સંસ્થા અને તેના કામની સ્પષ્ટ જવાબદારી નક્કી હોવી જોઈએ.

બાહ્ય સહાયનો ઉપયોગ ઝડપથી કરવાની માગ

નુવાકોટના શિક્ષણવિદ્ રામપ્રસાદ રિમાલે કહ્યું કે આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય સ્વાભિમાન (National pride)મહત્વપૂર્ણ છે, પરંતુ આપદા સમયે પ્રથમ પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની હોવી જોઈએ.

નિવૃત્ત શિક્ષક નવરાજ સાપકોટાએ પણ રાહત અને બચાવ કામગીરીમાં ઝડપને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે. સ્થાનિક સંસાધનો અપૂરતા હોય ત્યારે બાહ્ય સહાય (Humanitarian Aid) સ્વીકારીને બચાવ અભિયાનને ઝડપી બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે.


આ પણ વાંચો: નેપાળ પૂર અને ગુમ થવાની વાતો વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ ભારત પરત ફરી માનસી પારેખ

આ પણ વાંચો: નેપાળ પૂર બાદ અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કાર શરૂ,અત્યાર સુધીમાં 900થી વધુનાં મોત

આ પણ વાંચો: નેપાળ પૂર : 800થી વધુના મોત, 2500થી વધુ લાપતા