મુંબઇ
મહિલાઓની જાતીય સતામણી માટે હાલ ચાલી રહેલી #MeToo કેમ્પેઇન હેઠળ બોલીવુડની વધુ એક સેલિબ્રીટી પર આરોપો થયા છે.જર્નલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાયએ જાણીતા બોલિવૂડ ફિલ્મમેકર સાજીદ ખાન પર એક ઈન્ટરવ્યુ દરમિયાન સેક્સુઅલ હેરસમેંટનો આરોપ લગાવ્યો હતો. આ પછી એક્ટ્રેસ સલોની ચોપરાએ પણ જણાવ્યું કે જયારે તે સાજીદ ખાનની આસિસ્ટન્ટ હતી ત્યારે તેને ઘણા મહિનાઓ સુધી સેક્સયુઅલી અને મેન્ટલી હેરસ કરવામાં આવી હતી.
હવે એક્ટ્રેસ રેચલ વાઈટે પણ ચોકવનારો આરોપ લગાવ્યો છે. રેચલ વર્ષ 2014માં ફિલ્મ ‘ઉંગલી’માં ઇમરાન હાશમીના સાથે જોવા મળી હતી. આ એક્ટ્રેસ તેના ટ્વીટર એકાઉન્ટ પર તેના સાથે થયેલ સેક્શુઅલ હેરસમેંટની સ્ટોરી જણાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે જયારે પહેલીવાર ડાયરેક્ટર સાજીદ ખાનને મળી હતી ત્યારે તેઓએ તેને કપડા કાઢવા માટે કહ્યું હતું.
https://twitter.com/whitespeaking/status/1050406732885835776
રેચલે લખ્યું કે સલોની ચોપરા મને તમારા પર પૂરો ભરોસો છે મને ‘હમશકલ્સ’ માટે મારી એજન્સીએ સાજીદ ખાનએ પાસે મોકલી હતી. એજન્સીએ મને સાજીદ ખાનને મળવાનું કહ્યું હતું અને 5 મિનીટની અંદર સાજીદ ખાનનો મારા પર ફોન આવ્યો અને મને મળવા માટે ઇસ્કોન જુહુના ઘરે બોલાવી હતી. મેં કહ્યું કે હું ઘરે મળવા માટે કંમ્ફર્ટેબલ નથી.તો તેમણે મને કહ્યું કે ચિંતા ન કર હું અહીં મારી માતા સાથે રહું છું અને ત્યાર પછી હું તેમના ઘરે પહોંચી તો તેમણે મને તેમના ડ્રોઈંગ રૂમમાંથી બેડ રૂમમાં મોકલી દીધી.
આ પછી રેચલે જણાવ્યું કે તે સમયે હું સફેદ ટોપ અને બ્લુ જીન્સમાં હતી પરંતુ સાજીદ જે રીતે મારા સામે જોઈ રહ્યા હતા તેનાથી લાગી રહ્યું હતું કે હું કપડા પહેર્યા વગર ઉભી છું. રૂમની અંદર સાજીદ એક્સરસાઈઝ કરી રહ્યાં હતા અને પછી તેઓ મારા પાસે આવ્યા અને તેઓ મારા બ્રેસ્ટ્સ વિશે વાત કરવા લાગ્યા. સાજીદે આટલે થી અટક્યા નહી અને મારા કપડા ઉતારવા માટે પણ કહ્યું હતું. સાજીદે કહ્યું કે ફિલ્મમાં હિરોઈનને બિકીની પહેરાવી છે જો કે મે સાજીદની આ ડીમાંડને મેં માની નહોતી. સાજીદ ખાને પોતાના પર લાગેલા આરોપ બાદ હાઉસફુલ-4ના ડાયરેક્ટર પદેથી હટી જવા નિર્ણય કર્યો છે.
