Natural Pink Lips Tips: આજકાલ મેકઅપ વગર પણ હોઠ (Lips) ગુલાબી અને કોમળ દેખાય તેવું દરેક વ્યક્તિ ઈચ્છે છે. કોરિયન બ્યુટી ટ્રેન્ડ્સના વધતા પ્રભાવને કારણે કુદરતી ગુલાબી હોઠ મેળવવાની ઘેલછા વધી છે. બજારમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ ક્યારેક નુકસાન કરી શકે છે, જ્યારે ઘરેલું ઉપચારો સલામત અને લાંબા ગાળાના પરિણામો આપે છે.
ગોળાકાર ગતિમાં માલિશ (Moisturization)
કોરિયન સ્ટાઈલના ગુલાબી હોઠ (Lips) મેળવવા માટે હાઈડ્રેશન ખૂબ જરૂરી છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા હોઠને હૂંફાળા પાણીથી સાફ કરો. ત્યારબાદ ઘી અથવા વેસેલિનનું એક ટીપું લઈ હોઠ પર હળવા હાથે 2 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં માલિશ કરો. તેને આખી રાત રહેવા દો. આનાથી હોઠને ઊંડે સુધી ભેજ મળશે અને કાળાશ ધીમે-ધીમે દૂર થશે.
એક્સફોલિએશન (Scrubbing)
હોઠ પરની મૃત ત્વચાને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે હળદર અને લીંબુના રસમાં એક ચમચી મધ ભેળવીને સ્ક્રબ તૈયાર કરો. આ પેસ્ટને હોઠ પર લગાવી થોડી મિનિટો રહેવા દો અને પછી હળવા હાથે સાફ કરી નાખો. અઠવાડિયામાં 2-3 વખત આ પ્રક્રિયા કરવાથી હોઠની રંગત ખીલી ઉઠશે.
કુદરતી લિપ ટિન્ટ (DIY Lip Tint)
લિપસ્ટિક વગર પણ જો તમારે હોઠ (Lips) ગુલાબી રાખવા હોય, તો ઘરે જ કુદરતી લિપ (Lips) ટિન્ટ બનાવી શકાય છે. બીટનો રસ કાઢી તેને નાળિયેર તેલ અને એલોવેરા જેલ સાથે મિક્સ કરો. આ મિશ્રણને ક્રીમી બને ત્યાં સુધી ફેંટો અને એક ડબ્બીમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો. આ ટિન્ટનો દરરોજ ઉપયોગ કરવાથી હોઠને (Lips) કાયમી કુદરતી ગુલાબી રંગ મળશે.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે અપનાવો આ એક્સેસરીઝ, ગરમીમાં પણ લાગશો ‘સમર ક્વીન’
આ પણ વાંચો: કેરી ખરીદતી વખતે છેતરાશો નહીં, આ રીતે ચેક કરો કેસર કેરી અસલી છે કે કેમિકલ વાળી



