Recipe/ શિયાળાની કડકડતી ઠંડીમાં માણો હેલ્થી પાલક–કોથમીર બટાકાના સૂપનો આનંદ

શિયાળો શરૂ થઈ ગયો છે અને આ જ સમય હોય છે, જ્યારે કૉલ્ડ-ફ્લૂ એટલે કે શરદી-ખાંસી સામાન્ય વાત થઈ જાય છે. ત્યારે આવા સૂપ પીવાથી શરીરનું સ્વાથ્ય સારું રહે છે. શરીરમાં કોઈ રોગ થતા નથી.

Food Lifestyle

શિયાળો શરૂ થઈ ગયો છે અને આ જ સમય હોય છે, જ્યારે કૉલ્ડ-ફ્લૂ એટલે કે શરદી-ખાંસી સામાન્ય વાત થઈ જાય છે. ત્યારે આવા સૂપ પીવાથી શરીરનું સ્વાથ્ય સારું રહે છે. શરીરમાં કોઈ રોગ થતા નથી. નાના મોટા બધા માટે હેલ્ધી હોય છે. ત્યારે આજે અમે તમારા માટે હેલ્થી પાલક – કોથમીર બટાકાનો સૂપ લઈને આવ્યા છીએ જેને બનાવવો ખુબ સહેલો છે. તો આવો જાણી લઇએ રેસીપી..

સામગ્રી:

2 કપ પાણી
2 મધ્યમ કદનાં બટાકા
1 કપ બાફેલી પાલક ભાજી
1/4 કપ વાટેલી કોથમીર
2 લીલી ડુંગળી
1 ચમચો લીંબુનો રસ
મીઠું (સ્વાદનુસાર)
1/2 ચમચી મરી
1 ચમચો માખણ.

બનાવવાની રીત:

પહેલા તો તમે બટાકાં ધોઈ લો. ત્યાબાદ તેને બાફી લો અને તેનો માવો બનાવી લો. હવે પાલકની ભાજીને બાફીને વાટી લો. તેના પછી લીલી કોથમી, બટાકાં અને પાલકને પાણી નાખીને મિક્સ કરી દેવાનું છે. અને મિક્ચરમાં કર્સ કરી દો.

હવે માખણને ગરમ કરીને તેમાં લીલી ડુંગળી ઝીણી સમારીને નાખવાની છે.  આછો ગુલાબી રંગ થવા દેવાનો છે.  હવે  તેમાં વાટેલા શાકભાજીનું મિશ્રણ એડ કરો. અને પાંચ મિનિટ સુધી ઉકાળવાનું છે.

હવે છેલ્લે મીઠું, મરી અને લીંબુનો રસ એડ કરી હલાવી લો. તો તૈયાર છે. પાલક – કોથમી અને બટાકાનો હેલ્ધી સૂપ.

આ પણ વાંચો- શિયાળામાં ખજૂર પાક ખાશો તો નહીં પડે લોહીની ઉણપ

આ પણ વાંચો- શરદી ઉધરસથી બચાવશે આ ‘લીલી હળદરના લાડુ’

આ પણ વાંચો- અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો

આ પણ વાંચો- શરીરમાં ગરમાવો આપતી ગુંદર-ગંઠોડાની રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ 

આ પણ વાંચો-  આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…