Lifestyle News/ પેટની ખરાબી મગજને કરી શકે છે બીમાર! જાણો ગેસ અને કબજિયાત કેવી રીતે વધારે છે ડિપ્રેશન અને ચિંતા

પેટની ખરાબી અને ક્રોનિક કબજિયાતની સીધી અસર મગજ પર પડે છે, જે ડિપ્રેશન અને ચિંતા (Anxiety) નું કારણ બની શકે છે. જાણો શરીર (Body),પેટ અને મગજને હેલ્ધી રાખવાના સરળ ઉપાયો.

Lifestyle
health

સ્વસ્થ શરીર (Body) માટે પાચનતંત્રનું બરાબર હોવું અનિવાર્ય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પેટની ગરબડ માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય (health) ને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. તબીબી વિજ્ઞાનમાં પેટ અને મગજના આ સીધા જોડાણને ‘ગટ-બ્રેઈન એક્સિસ’ કહેવામાં આવે છે. જો તમે લાંબા સમય સુધી એસિડિટી, ક્રોનિક કબજિયાત અથવા ગેસની સમસ્યાથી પીડાતા હોવ, તો તે ધીમે-ધીમે તમારા મૂડને બગાડીને ડિપ્રેશન અને એન્ઝાયટી (માનસિક ચિંતા) તરફ ધકેલી શકે છે.

ગટ માઇક્રોબાયોટા અને ખુશીના હોર્મોનનું કનેક્શન

આપણા આંતરડામાં અબજોની સંખ્યામાં ગુડ બેક્ટેરિયા હોય છે, જેને ‘ગટ માઇક્રોબાયોટા’ તરીકે ઓળખવામાં આવે છે. આ બેક્ટેરિયા ખોરાક પચાવવાની સાથે-સાથે મગજને શાંત (MentalHealth) રાખતા ‘સેરોટોનિન’ (હેપ્પી હોર્મોન) નામના કેમિકલનું ઉત્પાદન કરે છે. જ્યારે પેટ સાફ ન આવે કે પાચન બગડે, ત્યારે આ સારા બેક્ટેરિયાની સંખ્યા ઘટવા લાગે છે. પરિણામે આંતરડામાં સોજો (inflammation) આવે છે, જે નર્વસ સિસ્ટમ દ્વારા સીધો મગજ પર હુમલો કરે છે. આ પ્રક્રિયાના કારણે જ વ્યક્તિ કોઈ કારણ વગર સતત ઉદાસી, ગભરામણ અને માનસિક તણાવ અનુભવવા લાગે છે.

જો આ 4 સંકેતો દેખાય, તો સમજી લેજો કે પેટ મગજને કરી રહ્યું છે પ્રભાવિત

માનસિક અને પાચન સ્વાસ્થ્ય બગડવાના આ સામાન્ય લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ:

પેટ સતત ફૂલેલું રહેવું, વારંવાર ગેસ થવો કે પેટમાં ભારેપણું અનુભવાવું, માનસિક અશાંતિના કારણે ઊંઘ પૂરી ન થવી અથવા અનિદ્રાનો શિકાર બનવું, નાની વાતોમાં ચીડિયાપણું આવવું અને સ્વભાવ ઉદાસ થઈ જવો,  કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું અને માનસિક થાક વર્તાવો.

માનસિક સુખાકારી અને પાચનશક્તિ મજબૂત કરવાના 5 અચૂક ઇપાયો

તમારા પેટને ટ્રેક પર લાવીને તમે તમારા મગજને પણ હળવુંફૂલ રાખી શકો છો. આ માટે દિનચર્યામાં આ 5 બદલાવ લાવો:

વોટર બેલેન્સ જાળવો: આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આંતરડામાં જમા થયેલો કચરો સરળતાથી બહાર નીકળી જાય છે અને કબજિયાત મટે છે.

ફાઈબર અને પ્રોબાયોટિક્સ વધારો: ભોજનમાં લીલા શાકભાજી, મોસમી ફળો અને આખા અનાજનો વપરાશ વધારો. આ ઉપરાંત દહીં જેવો બેસ્ટ પ્રોબાયોટિક ખોરાક લો, જે આંતરડાના ગુડ બેક્ટેરિયાને રિચાર્જ કરે છે.

પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ: વધારે પડતું તીખું, તળેલું અને મેદાવાળું જંક ફૂડ આંતરડાની દીવાલોને નુકસાન પહોંચાડે છે, તેથી તેનાથી બને તેટલા દૂર રહો.

ફિઝિકલ એક્ટિવિટી: રોજ સવારે અથવા સાંજે અડધો કલાક ઝડપથી ચાલવું (વોકિંગ) કે હળવી કસરત કરવાથી આંતરડાની મૂવમેન્ટ સુધરે છે અને હેપ્પી હોર્મોન્સ રિલિઝ થાય છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગ: માનસિક શાંતિ માટે ધ્યાન (મેડિટેશન) અથવા પ્રાણાયામ કરો. રાત્રે ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લેવાથી પણ ગટ હેલ્થ અને બ્રેઈન ફંક્શનમાં ઝડપી સુધારો થાય છે.


આ પણ વાંચો :અનાયા બાંગરને વેજીનોપ્લાસ્ટી પછી થયું ઇન્ફેક્શન, કહ્યું સ્વસ્થ થવું સરળ નથી

આ પણ વાંચો :“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” હેઠળ રાજ્યમાં કુલ ૩૦ હજારથી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા

આ પણ વાંચો :પ્રતિ વર્ષ 1 જાન્યુઆરીના રોજ ઉજવાય છે ‘વિશ્વ પરિવાર દિવસ’…સંવાદ અને સહકારથી પરિવાર બનશે સ્વસ્થ…!