Gujarat News: તહેવારો પહેલાં જ તેલનાં ભાવમાં વધારો ઝીંકાયો છે. તેલના વેપારીઓએ ભાવમાં વધારો કરતા સામાન્ય લોકોના ઘરના બજેટ બગડી રહ્યું છે. દિવાળી સુધીમાં તેલના ભાવ આકાશે આંબી જશે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં આશરે 200થી વધુ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. જેમાં છેલ્લા 1 અઠવાડિયામાં 3 વાર તેલના ભાવમાં વધારો થયો છે. પામતેલનાં ભાવમાં 240 અને કપાસિયા તેલનાં ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે.
સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો કરાયો છે જેના કારણે સિંગતેલના ડબ્બાનો ભાવ 2650 રૂપિયા થઈ ગયો છે. તેલ પર ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણને લીધે તેલમાં ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે કાચો માલ નહીં મળવાને કારણે ઉત્પાદન ઘટ્યું હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. તેલનું ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા હોવાનું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
મે મહિનાથી ખાદ્યતેલના ભાવમાં વધારો શરૂ થવાનો પ્રારંભ થયો છે. મે મહિનામાં 10, તો જૂન મહિનામાં 30 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે જુલાઈ મહિનામાં ખાદ્યતેલમાં ભાવમાં આશરે 200 રૂપિયાનો વધારો થયો હતો. તો ચાલું મહિનામાં અત્યાર સુધી ખાદ્યતેલનાં ભાવમાં 200થી વધુ રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે. બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં ભડકો થતા લોકોના ઘરના બજેટ બગડ્યા છે. લોકો સરકાર પાસે શાકભાજી, ખાદ્યતેલના ભાવમાં અંકુશ રાખવા અને મોંઘવારીને કાબૂ લેવા માટે વિનંતી કરી રહ્યા છે.
આ પણ વાંચો:કડી શહેરમાંથી ડુપ્લીકેટ ખાદ્યતેલના ડબ્બા ઝડપાયા
આ પણ વાંચો:ગુજરાતમાં 2022ની તુલનાએ ખાદ્યતેલનો વપરાશ ઘટ્યો
આ પણ વાંચો:FSSAI ગુજરાતે 55 ખાદ્યતેલ ઉત્પાદકોને નોટિસ ફટકારી
