Mehsana/ કડી શહેરમાંથી ડુપ્લીકેટ ખાદ્યતેલના ડબ્બા ઝડપાયા

કંપની અધિકારી અને પોલીસે ડુપ્લીકેટ તેલ ઝડપ્યું : બંને દુકાનોમાં ડુપ્લીકેટ ડબો, માર્કો અને સ્ટીકરનો ઉપયોગ થતો હતો

Gujarat Trending
duplicate edible oil seized from kadi mehsana કડી શહેરમાંથી ડુપ્લીકેટ ખાદ્યતેલના ડબ્બા ઝડપાયા

મહેસાણાઃ કડીના માર્કેટયાર્ડમાં અંબિકા પ્રોવિઝન અને રાંદલ કૃપા નામની પેઢીમાંથી કડીમાં ખાદ્ય તેલનું ડુપ્લીકેટ સ્ટીકર લગાવી વેચાણ કરતા ઝડપાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. કંપની અધિકારી અને પોલીસે ડુપ્લીકેટ તેલ ઝડપ્યું છે. બંને દુકાનોમાં ડુપ્લીકેટ ડબો, માર્કો અને સ્ટીકરનો ઉપયોગ થતો હતો

કડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પોલીસના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા છે. કડીના માર્કેટયાર્ડમાં અંબિકા પ્રોવિઝન અને રાંદલ કૃપા નામની પેઢીમાં પોલીસે દરોડા પાડ્યાં હતા. બંને પેઢી પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસને ખાદ્ય તેલનું ડુપ્લીકેટ સ્ટીકર લગાવેલા ડબ્બા મળી આવ્યા હતા.

અંબિકા પ્રોવિઝન અને રાંદલ કૃપા નામની પેઢીમાંથી પોલીસની રેડમાં કપાસિયા તેલના ડબ્બામાં પર તિરુપતિ કપાસિયા તેલ બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર લગાવી વેચાણ કરતા હતા. અંબાજી કિરાણા સ્ટોરમાંથી 4 ડુપ્લીકેટ ડબા મળ્યા છે તથા રાંદલકૃપા ટ્રેડિંગમાંથી 19 ડુપ્લીકેટ ડબા મળ્યા છે.

રાજેશ પટેલ, વિનુ પટેલ નામના વેપારીઓ સામે કોપીરાઇટનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને દુકાનોમાંથી કુલ 37,490 કિંમતના 23 ડબ્બા જપ્ત કર્યા છે. પોલીસે બંને તેલના વેપારીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.