ગુજરાત રાજ્યમાં આ વર્ષે 140 ટકાથી વધુ વરસાદ નોધાયો છે. વરસાદ સિઝન પણ ઘણી લાંબી ચાલી હતી. જેને લઈને રાજયમાં વરસાદી પાણી અને મચ્છરજન્ય રોગોમાં નોધપત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમય ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ મોટા પ્રમાણમાં જોવામાં આવી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડેન્ગ્યુના કેસમાં 75 ટકાનો વધારો જોવા મળે છે. જ્યારે અમદાવાદમા 120 ટકા, અને આણંદમાં 300 ટકાનો વધારો જોવા મલીરહયો છે. ગુજરાતમાં 5961 જેટલા પોઝિટિવ ડેન્ગ્યુના કેસ નોધાયા છે. અને 8 લોકોના મૃત્યુ થયા છે. આયરે ગત વર્ષે માત્ર 3392 કેસ નોધાયા હતા.
14 ઓક્ટોબર સુધીમાં 75932 સિરામ સેમ્પલ ટેસ્ટ માટે આવ્યા છે. જેમથી 5961 કેસ પોઝિટિવ જણાયા હતા. આ અંગે આરોગી વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ જણાવ્યુ હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, ક્ચ્છ, અને અમરેલી વિગેરે જીલ્લામાં ડેન્ગ્યુ ના કેસ વધારે પ્રમાણમા જોવામાં આવી રહ્યા છે.
રાજયમાં ડેન્ગ્યુના રોગચાળા પર નિયમન માટે હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યની 97 ટકા વસ્તીને આવરી લેવામાં આવશે. રાજીના સંવેદનશીલ વિસ્તારમાં 235 વેકત્ર કંટ્રોલ ટીમો કાર્યર્ટ કરાઇ છે. 46 જેટલા કેન્દ્ર ખાતે ડેન્ગ્યુના વિનમૂલ્ય નિદાન ની વ્યવસ્થા પણ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે.
જામનગરમાં ડેન્ગ્યુના કેસોમાં રાજયમાં અવ્વલ નંબરે રહ્યું છે. તંત્ર દ્વારા 1.60 લાખ ઘરોમાં કરાયેલા સર્વે દરમિયાન 16305 ઘરોમાં 23347 પાત્રોમાંથી મચ્છરના પોરાં જોવા મળ્યાં હતા. આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ખુદ કેમ્પ કરી રહ્યા છે. શહેરમાં માત્ર બે મહિનામાં ડેંગ્યુના 595 કન્ફર્મ કેસ નોંધાયા હતા. ઓક્ટોબરના શરૂઆતના 11 દિવસમાં જ 270 કેસ નોંધાયા હતા. બિનસત્તાવાર રીતે જામનગરમાં ડેન્ગ્યુથી ચાલુ સિઝનનો મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. પથારીઓ પણ ખૂટી પડતા દર્દીઓને જમીન પર સુવડાવવા પડે તેવી પરિસ્થિતીને પગલે સરકારી હોસ્પિટલમાં નવા 100 બેડની વ્યવસ્થા કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
