દિલ્હીમાં એચટી સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપતા પોતાની વાતને રાખી હતી. દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર કલમ 370 રદ કરવાની વાત કરતા કહ્યુ કે, આ કરવા પાછળનો નિર્ણય રાજકીય દ્રષ્ટીએ થોડો મુશ્કેલ લાગી શકે છે પણ આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં લોકોમાં વિકાસની નવી આશા પ્રસરી છે.
Prime Minister Narendra Modi at HT Summit in Delhi: Decision to abrogate article 370 may have looked politically difficult, but this decision has kindled a new hope for development in the people of J&K and Ladakh pic.twitter.com/q5v3kha51K
— ANI (@ANI) December 6, 2019
આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 રદ્દ કર્યા બાદ સ્થાનિકોની પ્રતિક્રિયા હજુ સામે આવી નથી. જ્યારે દિલ્હીમાં અભ્યાસ માટે આવેલા જમ્મુ-કાશ્મીરનાં રહેવાસી વિદ્યાર્થીઓનું આ મુદ્દે કઇક અલગ જ કહેવુ છે. તેઓ માને છે કે સરકાર દ્વારા કલમ 370ને હટાવવું નિંદા કરવા બરાબરનું છે. અમારે અમારા પરિવારજનો સાથે વાત કરવી હોય તો પણ અમે કરી શકતા નથી. અમારા જ પરિવારનાં લોકો કેવી પીંડ ભોગવી રહ્યા છે તેની અમને જાણ નથી. ફોન બંધ છે ઇન્ટરનેટ બંધ છે સિસ્ટમ બંધ છે. કેવી રીતે અમે પરિવારજનો સાથે વાત કરીએ અમને સમજાતુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
