35 વર્ષ પહેલાં 1982 માં રાજશ્રી પ્રોડક્શન હાઉસથી એક ફિલ્મ આવી હતી ‘નદિયા કે પાર’. એ ફિલ્મમાં અભિનેતા સચિન અને અભિનેત્રી સાધના સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનો પહેલો ભાગ હિંદી નવલકથા ‘કોહબર કી શર્ત’ પરથી લેખક કેશવ પ્રસાદ મિશ્રાએ લીધો હતો. આ મૂવી તે સમયની સફળ ફિલ્મોમાંની એક હતી, તેના ગીતો પણ ખૂબ હિટ હતા. આ જ ફિલ્મ 1994 માં સલમાન ખાન સાથે બની હતી, જેનું નામ હતું ‘હમ આપકે હૈ કૌન’.

નદિયા કે પારની સુંદર અભિનેત્રી સાધના સિંહની પુત્રી શીના શાહાબાદી આજે ઘણી બોલિવૂડ, કન્નડ, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કરી રહી છે. શીનાએ વૈભવ ગોરે સાથે લગ્ન કર્યા છે. વૈભવ મુંબઈ પોલીસના નિવૃત્ત એસીપી અશોક ગોરેનો પુત્ર છે. તેના પતિ વૈભવ પર શીનાના અનેક વાંધાજનક ફોટા સોશિયલ સાઇટ્સ પર મૂકવાનો આરોપ હતો. શીના અને તેના પતિ વૈભવ હવે છૂટાછેડા થઇ ચુક્યા છે.

સાધના સિંહે ફિલ્મ ‘નદિયા કે પાર’ માં ‘ગુંજા’ ની ભૂમિકા ભજવી હતી, જેમાં તે એક ગામની સારી દેખાતી પણ તોફાની અને ચુલબુલી છોકરી બની હતી.

સાધનાએ ફિલ્મ નિર્માતા રાજકુમાર શાહાબાદી સાથે લગ્ન કર્યા. બંનેને બે બાળકો છે.

સાધનાએ ટીવી પર ખૂબ જ લોકપ્રિય શો ‘જસ્સી જેસી કોઈ નહીં’ માં જસ્સીની માતાની ભૂમિકા ભજવી હતી.
સાધનાની પુત્રી શીનાની પહેલી ફિલ્મ 2009 માં ‘તેરે સંગ’ માં જોવા મળી હતી.

31 વર્ષની શીનાએ અત્યાર સુધીમાં 12 હિન્દી, કન્નડ, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
