Not Set/ સ્કૂલ બસોમાં હોય માત્ર મહિલા કર્મચારી : જાવડેકર

ગુરુગ્રામના રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના માસૂમ પ્રદ્યુમન ઠાકુરની ઘાતકી હત્યા બાદ દેશભરમાં સ્કૂલોમાં બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે. આ મુદ્દે માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુંં હતું કે એક સ્કૂલમાંં બાળકની હત્યા અને બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટના ચિંતાજનક છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી જાવડેકરે જણાવ્યું હતું કે સીબીઆઈની […]

Uncategorized

ગુરુગ્રામના રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના માસૂમ પ્રદ્યુમન ઠાકુરની ઘાતકી હત્યા બાદ દેશભરમાં સ્કૂલોમાં બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા થયા છે. આ મુદ્દે માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુંં હતું કે એક સ્કૂલમાંં બાળકની હત્યા અને બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટના ચિંતાજનક છે.

કેન્દ્રીય શિક્ષા મંત્રી જાવડેકરે જણાવ્યું હતું કે સીબીઆઈની સ્કૂલોને મંત્રાલય તરફથી સુરક્ષા સંબંધી નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જાવડેકરે જણાવ્યું હતું કે, સ્કૂલ બસની ડ્રાઈવર મહિલા હોવી જોઈએ અને કર્મચારીઓમાં પણ મહિલાઓનું પ્રભુત્વ હોય જેના કારણે સુરક્ષાની પરિસ્થિતીમાં વધારો થાય.