New Delhi News/ દિલ્હીના કેન્ટમાં યુવકે યુવતીને છરી ઘા મારી કર્યો આપઘાતનો પ્રયત્ન

22 વર્ષની યુવતી પર છરી વડે હુમલો કર્યો અને પછી તેના પર બાથરૂમ સાફ કરવા માટે વપરાતું એસિડ રેડ્યું.

Top Stories India

New Delhi News: દિલ્હી (Delhi)ના કેન્ટ વિસ્તાર (Cant Area)માંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક યુવતી પર ધોળા દિવસે હુમલો (Attack) થતાં લોહીલુહાણ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. એક યુવકે શેરીમાં એક યુવતી પર વારંવાર છરી વડે હુમલો કર્યો. બાદમાં યુવકે પોતાને પણ છરી મારી દેતાં ઘાયલ થયો હતો. ઘટના બનતાં જ લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

રસ્તા પર એક પાગલ પ્રેમીનો આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પીડિત યુવતી યુવકની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, યુવકે પોતાનું ગળું પણ કાપી નાખ્યું. ત્યાં હાજર લોકોએ પોલીસને બોલાવી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં બંનેની હાલત ગંભીર છે.

તમને જણાવી દઈએ કે ક્યારેક પ્રેમ સંબંધો (Love relation)માં ઝઘડાના અહેવાલો આવે છે તો ક્યારેક એકતરફી પ્રેમમાં પાગલ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ દ્વારા ભયંકર હુમલાના અહેવાલો આવે છે. એક મહિના પહેલા જ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના અન્નમય જિલ્લામાં એક પાગલ પ્રેમીએ 22 વર્ષની યુવતી પર છરી વડે હુમલો કર્યો અને પછી તેના પર બાથરૂમ સાફ કરવા માટે વપરાતું એસિડ રેડ્યું.

તેણે તેની ગર્લફ્રેન્ડ પર આ ભયાનક બદલો લીધો જ્યારે તેણીની સગાઈ કોઈ બીજા સાથે થઈ ગઈ. છેલ્લી વાર મળવા આવેલા યુવકે પહેલા યુવતી પર છરી વડે અનેક વાર હુમલો કર્યો અને પછી તેના પર એસિડ ફેંકી દીધો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં કારકિર્દી નિષ્ફળ જવાના ડરે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કર્યો આપઘાત

આ પણ વાંચો:ભરૂચમાં યુવતીએ એસિડ પીને કર્યો આપઘાત

આ પણ વાંચો:જામ કલ્યાણપુરના સતાપર ગામે પતી પત્નીનો ઝેરી દવા પી સજોડે આપઘાત