Surat News: સુરત (Surat) જિલ્લાના ઓલપાડ (Olpad)ના કુડિયાણા ગામના આશાસ્પદ યુવક પ્રતીક પટેલે (Pratik Patel) વીડિયો ક્રિએટર (Video Creator) સુપરસ્ટાર બનવાનું પોતાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હોવાનું સમજાતા ઝેરી દવા પીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ ઘટનાથી પરિવાર સહિત લોકોમાં શોક ફેલાઈ ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
મોબાઈલ ફોન (Mobile)નું વ્યસન અને ઓછા સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ (Famous) થવાની ઈચ્છા જે તે વ્યક્તિ અને તેના પરિવાર સહિત સમાજ માટે ચિંતાનું કારણ બની ગઈ છે. યુવાનો રીલ (Reel) બનાવી જોખમી સ્ટંટ (Dangerous stunt) કરતા જોવા મળે છે. ફેમસ થવા માટે કરવામાં આવતા જોખમી રમતો અને સ્ટંટને કારણે ઘણા બાળકોએ અને યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સુરત (Surat) ના ઓલપાડ (Olpad)માં પણ આવો કિસ્સો બન્યો હતો.

ઓલપાડ (Olpad)ના દરિયાકાંઠાના વિસ્તાર કુડિયાણા ગામના નવી કોલોનીમાં રહેતા રિક્ષાચાલક ઈશ્વરભાઈ જમુભાઈ પટેલના 21 વર્ષીય પુત્ર પ્રતીકે અનેક મેળાઓમાં ભાગ લીધો હતો અને તેને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રતીક પટેલ એક વીડિયો ક્રિએટર (Video Creator) સુપરસ્ટાર બનવા માંગતો હતો. તેથી દરરોજ ફિટનેસ સેન્ટરમાં જઈને અને જિલ્લા અને તાલુકા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તે દિશામાં પ્રયાસો કરી રહ્યો હતો. પ્રતીક પોતાના અલગ અલગ વીડિયોના 376 રીલ્સ બનાવીને અને તેને સતત પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાયરલ કરીને અને તેમને ફોલો કરવા માટે અપીલ કરીને પોતાના ફોલોઅર્સ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જોકે, પ્રતિકના અન્ય ઇન્સ્ટાગ્રામ સ્પર્ધકોની સરખામણીમાં ફક્ત 7,923 ફોલોઅર્સ અને મિત્રો હતા, તેથી તે ઘણા સમયથી નિરાશ હતો. જેના કારણે મૃતક યુવાને તેના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘાસ મારવા માટે વપરાતી ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવાર પ્રતિકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો:પોલીસ કમિશનરની ટકોર: મોબાઈલ-સોશિયલ મીડિયા ઓછું કરો, કસરત પર ધ્યાન આપો
આ પણ વાંચો:બાળકો સોશિયલ મીડિયા પર માતા-પિતાની પરવાનગી વિના એકાઉન્ટ નહીં ખોલી શકે, સરકાર લાવશે નવો નિયમ
આ પણ વાંચો:ચિંટિંગ કરતા હે’ અધવચ્ચે જ બંધ થયો દિશા પટાણીનો ડાન્સ, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો પૂર
