Gujarat Accidents/ ગુજરાતમાં રવિવાર ગોઝારો, વિવિધ અકસ્માતોમાં છનાં મોત અને 21ને ઇજા

ગુજરાતમાં રવિવાર ગોઝારો નીવડ્યો હતો. વિવિધ માર્ગ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા અને 21 લોકોને ઇજા થઈ હતી. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં માર્ગ અકસ્માતો થયા હતા.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં રવિવાર ગોઝારો નીવડ્યો હતો. વિવિધ માર્ગ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા અને 21 લોકોને ઇજા થઈ હતી. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં માર્ગ અકસ્માતો થયા હતા.

અમદાવાદમાં જ વસ્ત્રાલ રિંગરોડ પર વેદ મોલ સામે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નીતિન ચુનારા નામના યુવકનું મોત થયું હતું. ત્રણ મિત્રો દર્શન કરીને પરત આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ શહેરમાં નબીરાઓ ફરીથી બેફામ બન્યા છે. શહેરના જજીસ બંગલો ચાર રસ્તા પર રફ્તારનો કાળો કેર જોવા મળ્યો હતો. બેફામ ઝડપે આવેલી મર્સીડીઝ કારે મહિલાને અડફેટે લીધી હતી. ફક્ત હડફેટે લીધી હતી એટલું જ નહીં પણ મહિલાને 15 ફૂટ સુધી ઢસડી હતી. નબીરાએ સર્જેલા અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાશ્મીરા ઠાકર નામની મહિલાને મર્સીડીઝ કારે અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે સીસીટીવના આધારે કારચાલક નબીરાની શોધખોળ આદરી છે.

સુરતમાં ટ્રેનની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કીમ રેલ્વે સ્ટેશન નજીક થયેલા ટ્રેન અકસ્માતમાં એકનું મોત થયું હતું. રેલ્વે ટ્રેક ક્રોસ કરતાં યુવાન ધ્યાનચૂકથી ટ્રેનને ભટકાયો હતો. ટ્રેનને ભટકાયા પછી યુવાન ફંગોળાતા તેનું તરત જ મોત થયું હતું. સુરતમાં છેલ્લા દસ દિવસમાં ત્રણ વ્યક્તિના ટ્રેનના અડફેટે મોત થયા છે. રેલ્વે ઓવરબ્રિજ ઊંચાઈ પર હોવાના લીધે લોકો રેલ્વે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં ઉના-ગીર ગઢડા રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે અને ત્રણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાપટ ગામ નજીક બે બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

કચ્છના ભુજ અને ખાવડા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રુદ્રાણી નજીક મીઠા ભરેલા બે ટ્રેલર સામ-સામે ભટકાયા હતા. બંને ટ્રેલર સામ-સામે ભટકાતા એકનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં એક શખ્સની હાલત ગંભીર થઈ છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

વલસાડમાં ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું હતું. બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજા થઈ હતી. ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર અકસ્માતની આ ઘટના બની હતી. સામસામે બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય બાઇક સવાર દંપતીને પણ આ અકસ્માતમાં ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં રિતેશ દીવાન નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. માલનપાડા કેન્દ્ર પરથી બારમા ધોરણની પરીક્ષા આપવા મૃતક યુવક જતો હતો. એક જ બાઇક પર ત્રણ વિદ્યાર્થી મિત્રો સવાર હતા. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનું વાતાવરણ છે.

રાજકોટ જામકંડોરણાના ચરેલ ગામ નજીક કારે અચાનક પલ્ટી મારી દીધી હતી. શ્વાનને બચાવવા જતાં કારે પલ્ટી મારી હતી. કારે પલ્ટી મારમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બે મહિલા અને બે પુરુષોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તો જામનગરના રહેવાસી છે. તેમને વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં નેશનલ હાઇવે 48 પર વધુ એક અકસ્માત સર્જાયો છે.  નરોલી પાટિયા નજીક કીમ નદીના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ઓવરલોડ ડમ્પર કન્ટેનર પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો છે. કન્ટેનર ચાલકે બ્રેક મારતા ડમ્પર પાછળ અથડાયું છે. અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતના પગલે સુરત-અમદાવાદ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટ્રાફિક ખુલ્લો કરવાના કામે લાગી હતી.

સુરત નેશનલ હાઇવે નંબર 48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. તેમા માંગરોળના ધામડોદ પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી અંકલેશ્વર તરફ જતી કાર સામેના ટ્રેકમાં ગૂસી હતી. સુરત તરફની લાઇન પર અન્ય કાર સાથે બીજી કાર અથડાઈ હતી. બંને કારમાં સવાર કારચાલક ગંભીર રીતે ઇજા પામ્યા હતા. અકસ્માતમાં બંને કારને પણ ભારે નુકસાન થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

આ પણ વાંચો: પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત